Home /News /national-international /Mexico Fire: મેક્સિકોમાં માઇગ્રેન્ટ સેન્ટરમાં ભીષણ આગથી દોઢધામ, 39ના મોત, 100 ઇજાગ્રસ્ત

Mexico Fire: મેક્સિકોમાં માઇગ્રેન્ટ સેન્ટરમાં ભીષણ આગથી દોઢધામ, 39ના મોત, 100 ઇજાગ્રસ્ત

ફાઇલ તસવીર

Mexico Fire: ઉત્તર મેક્સિકોમાં અમેરિકાની સરહદ પાસે એક પ્રવાસી સુવિધા કેન્દ્રમાં આગ લાગવાથી 39 લોકોના મોત નીપજ્યા છે અને 100થી વઘુ લોકો ઘાયલ થયા છે. આવ્રજન સંસ્થાના એક અધિકારીએ આ માહિતી આપી છે.

મેક્સિકો સિટીઃ ઉત્તર મેક્સિકોમાં અમેરિકાની સરહદ પાસે એક પ્રવાસી સુવિધા કેન્દ્રમાં આગ લાગવાથી 39 લોકોના મોત નીપજ્યા છે અને 100થી વઘુ લોકો ઘાયલ થયા છે. આવ્રજન સંસ્થાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. કારણ કે, આ મામલે જાહેરમાં બોલવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે, ઉત્તરી મેક્સિકોમાં અમેરિકાની સરહજ પાસે એક કેન્દ્રમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

ઘટનાસ્થળની તસવીરોમાં સિઉદાદ જુઆરેજ સ્થિત એક કેન્દ્ર બહાર મૃતદેહ રાખેલા જોઈ શકાય છે. આ સાથે જ તસવીરોમાં કેન્દ્રની આસપાસ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ અને વાન જોવા મળી રહી છે. આ કેન્દ્ર ટેક્સાસના એલ પાસે નજીક આવેલું છે. ચિહુઆહુઆ પ્રાંત અભિયોજકના કાર્યાલયમાં અનામ સૂત્ર દ્વારા સમાચાર પત્ર ‘ડિયારિયો ડી જુઆરેજ’એ કહ્યુ છે કે, સોમવારે મોડી રાતે લાગેલી આગમાં 39 લોકોના મોત નીપજ્યા છે.


ઇજાગ્રસ્તોને ચાર હોસ્પિટલમાં ખસેડાયા


એક અહેવાલ પ્રમાણે, ઇજાગ્રસ્તોને ચાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાની પુષ્ટિ મામલે મેક્સિકોના રાષ્ટ્રીય ઇમિગ્રેશન સંસ્થા અને ચિહુઆહુઆ રાજ્ય ફરિયાદી કાર્યાલયે મંગળવારે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

યુ.એસ.માં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સ માટે સિઉદાદ જુઆરેઝ મુખ્ય પરિવહન બિંદુ છે. જે લોકો પેલે પાર જવાની રાહ જોઈ રહ્યા છે અથવા જે લોકોએ અમેરિકામાં શરણ માટે અરજી કરી જવાબની રાહ જોઈ રહ્યા છે, તેવાં લોકોથી આશ્રયસ્થાન ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિકોના એટર્ની જનરલ ઓફિસે તપાસ શરૂ કરી છે અને તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
First published:

Tags: Fire News, International news, United states

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો