Home /News /national-international /Japan Earthquake Today: જાપાનમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઈ; લોકો ઘરની બહાર ભાગ્યાં

Japan Earthquake Today: જાપાનમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઈ; લોકો ઘરની બહાર ભાગ્યાં

ફાઇલ તસવીર

જાપાનના હોક્કાઈડોમાં મંગળવારે સ્થાનિક સમયાનુસાર સાંજે 6.28 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.

ટોક્યોઃ જાપાનના હોક્કાઈડોમાં મંગળવારે સ્થાનિક સમયાનુસાર સાંજે 6.28 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. ભૂકંપ બાદ જાપાન દ્વારા સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઓમોરીના પૂર્વ કિનારેથી આશરે 20 કિમીની ઊંડાઈએ જાણવા મળ્યું છે.

ભારતીય સમય અનુસાર આ ભૂકંપ જાપાનમાં બપોરે 2.48 કલાકે આવ્યો હતો. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટર પર કહ્યુ હતુ કે, ‘28-03-2023ના રોજ જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ભારતીય સમય 14:48:29, અક્ષાંશ: 41.26 અને રેખાંશ: 142.91, ઊંડાઈ: 50 કિમી, સ્થાન: જાપાન હોક્કાઇડો.’


શા માટે જાપાન ભૂકંપ માટે સંવેદનશીલ છે?


મંગળવારના ભૂકંપ પછી દેશના ઇઝુ ટાપુઓ પર પણ અન્ય ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, 24 માર્ચે ટાપુ પર આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધવામાં આવી હતી. ઇઝુ ટાપુઓ એ જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે જે જાપાનના ઇઝુ દ્વીપકલ્પની દક્ષિણ અને પૂર્વમાં સ્થિત છે.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

ફેબ્રુઆરીમાં તુર્કી-સીરિયામાં ભૂકંપ આવ્યો હતો


ફેબ્રુઆરી મહિનામાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના અનેક આંચકા આવ્યા હતા. ત્યારે ભૂકંપ બાદ આ વિસ્તારમાં સતત આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. કાટમાળમાં દટાયેલા લોકોના બચી જવાની ઓછી સંભાવનાને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા સર્ચ ઓપરેશનને રોકવાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે તુર્કી-સીરિયાને ફરીથી ભૂકંપના આંચકાએ હચમચાવી દીધા હતા. તુર્કીની આપત્તિ વ્યવસ્થાપન એજન્સી એએફએડીએ દેશમાં ભૂકંપથી મૃત્યુના 41,156 પુષ્ટિ કરેલા કેસ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સીરિયા બંનેમાં ભૂકંપના કારણે કુલ 44,844 લોકોના મોત થયા છે.
First published:

Tags: Earthquakes, International news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો