પહેલી વાર 2008માં લેબર પાર્ટી માટે સંસદ માટે ચૂંટાયેલા ક્રિસ હિપકિંસ (44 વર્ષ) નવેમ્બર 2020માં કોવિડ 19 માટે મંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોરોના મહામારી માટે સરકારના ઉપાયગોને લાગૂ કરવાથી તેમનું નામ ઘરે ઘરે પહોંચ્યું હતું.
વેલિંગટન: લેબર પાર્ટીનું નેતૃત્વ કરનારા એકલા ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા બાદ ક્રિસ હિપકિંસ ન્યૂઝીલેન્ડના આગામી પ્રધાનમંત્રી તરીકે જૈસિંડા અર્ડર્નની જગ્યા લેવા માટે તૈયાર છે. લેબર પાર્ટીએ શનિવારે કહ્યું કે, રવિવારે લેબર પાર્ટીના 64 સાંસદો અથવા કોકસની બેઠકમાં નવા નેતા તરીકે ક્રિસ હિપકિંસના નામની પુષ્ટિ થવાની આશા છે. જ્યારે ગુરુવારે સૌને ચોંકાવતા એક જાહેરાતમાં હાલના પીએમ જૈસિંડા અર્ડર્ને ક્હ્યું કે, તે દેશનું પીએમ પદ છોડી દેશે અને ફરીથી ચૂંટણી લડશે નહીં.
પહેલી વાર 2008માં લેબર પાર્ટી માટે સંસદ માટે ચૂંટાયેલા ક્રિસ હિપકિંસ (44 વર્ષ) નવેમ્બર 2020માં કોવિડ 19 માટે મંત્રી બનાવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોરોના મહામારી માટે સરકારના ઉપાયગોને લાગૂ કરવાથી તેમનું નામ ઘરે ઘરે પહોંચ્યું હતું. હિપકિંસ હાલમાં સમયમાં પોલીસ, શિક્ષણ અને સાર્વજનિક સેવા મંત્રી હોવાની સાથે સાથે સદનના નેતા પણ છે. સ્થાનિક મીડિયા સંગઠનના સ્ટાફે એક સર્વેમાં બતાવ્યું છે કે, તેમાં સામેલ 26 ટકા લોકોના સમર્થન સાથે ક્રિસ હિપકિંસ વોટરોની વચ્ચે પીએમ પદના સૌથી લોકપ્રિય ઉમેદવાર હતા. હવે રવિવારે પ્રથમ બેઠકમાં લેબર પાર્ટીના સાંસદો હિપકિંસની ચૂંટણીની પુષ્ટિ કરવાની ઔપચારિકતાની પ્રક્રિયા કરવાની આશા છે.
ક્રિસ હિપકિંસની પીએમ પદ પર નિયુક્તિથી પહેલા હાલના પીએમ જૈસિંડ અર્ડર્ન પોતાનું રાજીનામું ગવર્નર જનરલને સોંપી દેશે. ક્રિસ હિપકિંસ શનિવારે બપોરે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફ્રેન્સ કરવાના છે. ત્યાર બાદ પાર્ટી કાર્યાકળ ખતમ થવા સુધી હિપકિંસ પ્રધાનમંત્રી રહેશે. 14 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણી થવાની છે. અમુક ચૂંટણી સર્વેમાં બતાવ્યું છે કે, લોકપ્રિયતા નીચે પડીને 31.7 ટકા થઈ ગઈ છે. જ્યારે વિપક્ષી ન્યૂઝીલેન્ડ નેશનલ પાર્ટીને 37.2 ટકા લોકોનું સમર્થન છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર