Video Gameમાં હારવાથી ગુસ્સે ભરાયેલા 13 વર્ષના કિશોરે નાના ભાઈની ચપ્પાના 15 ઘા મારી વડે મારી હત્યા કરી

News18 Gujarati
Updated: April 29, 2020, 6:24 PM IST
Video Gameમાં હારવાથી ગુસ્સે ભરાયેલા 13 વર્ષના કિશોરે નાના ભાઈની ચપ્પાના 15 ઘા મારી વડે મારી હત્યા કરી
આ મામલે પોલીસ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વિનોદ કુમાર અને તેમની પત્નીના સંબંધો સારા નહતા. અને આ કારણે જ પત્ની દીયર સાથે સંબંધો બનાવી રાખવા આ હત્યાને અંજામ આપ્યો હતો. હાલ આ કેસમાં મૃતકની પત્ની શિવાની સિંહા, દિયર સાવન કુમારની ધરપકડ કરવામાં આવી છે. અને પુછપરછ ચાલુ છે.

માતા-પિતા સાવધાન! અપરાધની દુનિયાની રૂવાંટા ઉભી કરી દે તેવી ઘટના - એક બાળકે વીડિયો ગેમમાં હારવાથી ગુસ્સામાં નાનાભાઈને ચપ્પાના 15 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

  • Share this:
કોરોના મહામારીથી દુનિયા પરેશાન છે. ત્યારે રશિયામાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ વધારે ગંભીર થઈ રહી છે. લોકોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવ્યું છે. ઘરની અંદર રહેવાના કારણે દુનિયાના અનેક દેશમાં ડોમેસ્ટિક વાયોલન્સના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ રશિયામાં ઘરની અંદર એક બાળક દ્વારા હત્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. અહીં એક 13 વર્ષના કિશોરે પોતાના નાના ભાઈને ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી.

ડેલી સ્ટારમાં છપાયેલા સમાચાર અનુસાર, રશિયાના ઉત્તરી ક્રોસનોયાર્શ્ક ક્રાઈ વિસ્તારના ડુડિનકામાં હચમચાવી મુકે તેવી ઘટના ઘટી. વીડિયો ગેમમાં હારવાના કારણે મોટાભાઈએ નાનાભાઈનો જીવ લઈ લેતા એક પણ વિચાર ન કર્યો. પોલીસની સામે એલેક્જેન્ડરે કબૂલ કર્યું કે, મોબાઈલ ગેમમાં હાર્યા બાદ તેને ખુબ ગુસ્સો આવ્યો. તેણે ઘરમાં ખૂબ તોડફોડ કરી અને ફર્નિચર પણ તોડીનાખ્યું. તેણે પોતાનો મોબાઈલ જમીન પર પછાડી તોડી દીધો. ભાઈનો ગુસ્સો જોઈ નાનો ભાઈ છૂપાઈ ગયો. પરંતુ એલેક્જેન્ડરને ડર લાગ્યો કે, તેનો નાનોભાઈ માને તેની ફરિયાદ કરશે. જેના કારણે તેણે પોતાના ભાઈને શોધ્યો અને ચપ્પાના 15 ઘા મારી તેની હત્યા કરી દીધી.

ઉલ્લેખનીય છે કે, આ બંને બાળકોને ઘરમાં ઊંગાડ્યા બાદ મા ઓલ્ગા પોતાની 6 મહિનાની દીકરીને લઈ તેના નાના ના ઘરે ગઈ હતી. આ દરમિયાન એલેક્જેન્ડરની જ્યારે ઊંઘ પુરી થઈ તો તે મોબાઈલ પર વીડિયો ગેમ રમવા લાગ્યો. પરંતુ તે ગેમમાં હારી ગયો તો, તેણે ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી. આ અવાજ સાંભળી નાનોભાઈ જાગી ગયો અને તે ડરના માર્યો રસોડાના દરવાજા પાછળ સંતાઈ ગયો. પરંતુ એલેક્જેન્ડરને લાગ્યું કે તેનો નાનોભાઈ માને બધી વાત કહી દેશે, તે તેણે ચપ્પાના ઉપરા-છાપરી 15 ઘા મારી તેને મારી નાખ્યો.

જ્યારે એલેક્જેન્ડરની મા ઓલ્ગા થોડા સમયમાં પાછી ઘરે આવી તો તેને દીકરાની લાશ મળી. દીકરાની લાશ જોઈ તેણે તુરંત પોલીસને બોલાવી લીધી કેમ કે, તે વિચારી પણ સકતી ન હતી કે, તેનો મોટો દીકરો જ નાનાભાઈને મારી શકે છે. બાદમાં પોલીસની પૂછતાછમાં એલેકજેન્ડરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારી દરમિયાન દુનિયાથી અપરાધોની વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા રશિયામાં એક મકાનની નીચે 6 લોકો આપસમાં જોર-શોરથી વાતો કરી રહ્યા હતા, જેનો વિરોધ કરી મકાન માલિકે 6 લોકોની ગોળી મારી હત્યા કરી દીધી હતી.
First published: April 29, 2020, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading