Home /News /national-international /કોરોનાના દર્દી માટે દિલ્હીની હવા બની શકે છે જીવલેણ, શ્વાસના દર્દીઓમાં 20 ટકાનો વધારો

કોરોનાના દર્દી માટે દિલ્હીની હવા બની શકે છે જીવલેણ, શ્વાસના દર્દીઓમાં 20 ટકાનો વધારો

નિષ્ણાતો કહે છે કે પ્રદૂષણ કોવિડ -19 ચેપના ગંભીર કેસોનું કારણ બની શકે છે. (તસવીર- Shutterstock)

Delhi Air Pollution: દિલ્હીમાં હવાની ગુણવત્તા(delhi air quality) સતત ત્રણ દિવસની 'ગંભીર' કેટેગરી બાદ સોમવારે સવારે 'ખૂબ જ નબળી' કેટેગરીમાં નોંધવામાં આવી હતી. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ(air quality index) (એક્યુઆઈ) સવારે 9.05 વાગ્યે 385 હતો. નોઇડા, ગુરુગ્રામ અને ગ્રેટર નોઇડામાં અનુક્રમે 406, 363, 296 નોંધઈ હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દિવાળી(diwali) અને સ્ટબલ બર્નિંગ (Stubble Burning)ને પગલે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાને ખરાબ અસર થઈ છે. સતત ઘટતી હવાની ગુણવત્તાની અસર લોકોના સ્વાસ્થ્ય (Health) પર દેખાવા લાગી છે. રાજધાનીના ડોકટરોએ શોધી કાઢ્યું છે કે, શ્વાસની સમસ્યાઓના દર્દીઓમાં (Patients of breathing problems)20 ટકાનો ઉછાળો આવ્યો છે. વધુમાં નિષ્ણાતોનું કહેવું છે કે, એક્યુઆઈના (AQI) હાલના સ્તરની ગંભીર અસર એવા દર્દીઓ પર પણ થઈ શકે છે જેઓ તાજેતરમાં કોવિડ-19 (Covid-19)માંથી સાજા થયા છે.

બીએલકે-મેક્સ હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગના પ્રમુખ ડો.સંદીપ નાયરે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "ફેફસાની સમસ્યાથી પીડાતા દર્દીઓમાં 20 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો: Apple news: આગામી આઈપેડ મિનીમાં મળશે 120Hz ડિસ્પ્લે, એપલ કરી રહ્યું છે ટેસ્ટિંગ

હવામાનમાં ફેરફારને કારણે છેલ્લા 15-20 દિવસમાં આ દર્દીઓને ગંભીર લક્ષણોનો સામનો કરવો પડી રહ્યો છે." તેમણે કહ્યું કે, દિવાળી બાદ પ્રદૂષણનું સ્તર વધ્યું છે અને હવે તે સ્ટબલ બર્નિંગ, કારનો ધુમાડો અથવા ફટાકડા સળગાવવાને કારણે હોય, અમે છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો જોયો છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડમાં લોકોને હવે પોતાની મરજીથી મૃત્યુ પામવાનો અધિકાર, ઈચ્છા-મૃત્યુનો કાયદો લાગુ થયો

ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ડો.રાજેશ ચાવલાએ જણાવ્યું હતું કે દિવાળીથી શ્વાસની સમસ્યાઓના કેસોમાં વધારો થયો છે. ડોકટરોનું કહેવું છે કે જે દર્દીઓ કોરોના વાયરસમાંથી સાજા થયા છે અથવા હજી પણ આઇસીયુમાં દાખલ થયા છે તેમને પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.

એચટીના અહેવાલ મુજબ ડૉ. ચાવલાએ કહ્યું હતું કે ,'કેટલાક લોકોને અસ્થમા જેવી બ્રોન્કિયલ હાઇપર એક્ટિવિટી જોવા મળી શકે છે. કોવિડ-19માંથી સાજા થયેલા લગભગ 20થી 30 ટકા દર્દીઓને અસર થશે. આ વર્ષ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ આવનારા સમય સુધી ચાલશે." તેમણે કહ્યું કે પ્રદૂષણની નબળા ફેફસાં પર વધુ અસર પડશે.

રવિવારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડો.રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે પ્રદૂષણ કોવિડ-19 સંક્રમણના ગંભીર કેસનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે પ્રદૂષણ શ્વસન સ્વાસ્થ્યને અસર કરે છે. ખાસ કરીને જેમને ફેફસાંની સમસ્યા કે અસ્થમા હોય. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે હવા, પ્રદૂષણ અને કોરોના વાયરસ દર્દીની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં આકાશી આફત બન્યો વરસાદ: શાળા-કોલેજો બંધ, PM મોદીએ આપ્યું મદદનું આશ્વાસન

કોરોનાના દર્દી માટે દિલ્હીની હવા જીવલેણ બની શકે છે, શ્વાસના દર્દીઓમાં 20 ટકાનો વધારો
સોમવારે સવારે થોડો સુધારો થયા બાદ દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ત્રણ દિવસની 'ગંભીર' કેટેગરી બાદ 'ખૂબ જ નબળી' કેટેગરીમાં નોંધવામાં આવી હતી. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) સવારે 9.05 વાગ્યે 385 હતો. નોઇડા, ગુરુગ્રામ અને ગ્રેટર નોઇડામાં અનુક્રમે 406, 363, 296 નોંધઈ હતી. એક્યુઆઈને શૂન્યથી 50 વચ્ચે 'સારું', 51થી 100 વચ્ચે 'સંતોષકારક', 101થી 200 વચ્ચે 'મધ્યમ', 201થી 300 વચ્ચે 'ખરાબ', 301થી 400 વચ્ચે 'ખૂબ ખરાબ' અને 401થી 500 વચ્ચે 'ગંભીર' માનવામાં આવે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Corona patient, Delhi corona cases, Delhi News, Latest News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन