છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે OBC માટે અનામતનો ક્વૉટા ડબલ કરી દીધો

News18 Gujarati
Updated: August 16, 2019, 11:00 AM IST
છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે OBC માટે અનામતનો ક્વૉટા ડબલ કરી દીધો
ભૂપેશ બઘેલ

અન્ય પછાત વર્ગોને 27 ટકા અનામત મળશે, દલિતોને 13 ટકા અને આદિવાસીઓને 32 ટકા અનામત મળશે,

  • Share this:
છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાજ્યમાં શિક્ષણ અને નોકરીઓમાં અન્ય પછાત વર્ગો અને આદિવાસીઓ માટે અનામતની ટકાવારીમાં વધારો કરવાની જાહેરાત કરી.

આદિવાસીઓ માટે અનામતમાં એક ટકાનો વધારો થયો જ્યારે અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત લગભગ બમણી થઇ ગઇ. હાલ છત્તીસગઢમાં અન્ય પછાત વર્ગો માટે 14 ટકા અનામત છે તે હવે વધીને 27 ટકા થશે.

રાજ્યની રાજધાની રાયપુરમાં સ્વતંત્રતા દિવસ પર સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જાહેરાત કરતા કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગનાં લોકો ખૂબ શાંતપૂર્વક તેમના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યાં છે અને સરકારની જવાબદારી છે કે, તેમના બંધારણીય અધિકારોની રક્ષા કરે.”

“આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, આજે હું જાહેર કરું છું કે, અન્ય પછાત વર્ગોને 27 ટકા અનામત મળશે, દલિતોને 13 ટકા અને આદિવાસીઓને 32 ટકા અનામત મળશે,” ભૂપેશ બઘેલે જણાવ્યું હતું.

આ સિવાય, છત્તીસગઢમાં ગુરેલા, પેન્ડ્રા-મારવાહી નવા જિલ્લાની જાહેરાત પણ કરી. આ નવો જિલ્લો બિલાસપુરમાંથી બનશે. હવે રાજ્યમાં 28 જિલ્લાઓ હશે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading