મેડિકલ કોલેજમાં OBC ક્વૉટાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું - અનામત કોઈ મૌલિક અધિકાર નથી

News18 Gujarati
Updated: June 11, 2020, 4:33 PM IST
મેડિકલ કોલેજમાં OBC ક્વૉટાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું - અનામત કોઈ મૌલિક અધિકાર નથી
મેડિકલ કોલેજમાં OBC ક્વૉટાની અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું - અનામત કોઈ મૌલિક અધિકાર નથી

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન સવાલ કર્યો કે આર્ટિકલ 32 અંતર્ગત અરજી કેવી રીતે સ્વિકાર કરી શકાય, કારણ કે અનામત મૌલિક અધિકાર જ નથી

  • Share this:
નવી દિલ્હી : તમિલનાડુ(Tamil Nadu)માં મેડિકલ કોલેજોમાં ઓબીસી ઉમેદવારો માટે અનામત મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે કહ્યું કે અનામત મૌલિક અધિકાર નથી. જસ્ટિસ એસ નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી એક બેન્ચે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે કોઈપણ અનામતનો અધિકાર મૌલિક અધિકાર કહેવાય નહીં અને તેથી રિઝર્વેશનનો લાભ ના આપવો કોઈપણ સંવૈધાનિક અધિકારનું ઉલ્લંઘન માની શકાય નહીં.

સીપીઆઈ, ડીએમકે અને તેના કેટલાક નેતાઓ દ્વારા સીટોમાં 50 ટકા ઓબીસી અનામત, 2020-21માં યુજી, પીજી મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં અનામત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે બતાવ્યું કે તમિલનાડુમાં ઓબીસી, એસસી અને એસટી માટે 69 ટકા અનામત છે અને તેની અંદર ઓબીસી અનામત લગભગ 50 ટકા છે.

અન્નાદ્રુમકે પોતાની અરજીમાં કહ્યું કે તમિલનાડુના કાનૂન અંતર્ગત વ્યવસ્થા છતા અન્ય પછાત વર્ગોના છાત્રોને 50 ટકા અનામતનો લાભ ના આપવો તર્કસંગત નથી. અન્ના દ્રમુક પાર્ટીએ પોતાની અરજીમાં કહ્યું કે ઓલ ઇન્ડિયા ક્વૉટા વ્યવસ્થા લાગુ થયા પછી જ ઘણા શૈક્ષણિક સત્રોમાં દેશના મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા ક્વૉટા સીટમાં અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું રહ્યું છે.

આ પણ વાંચો - કોરોનાના કપરા કાળમાં અમદાવાદ માણેકચોકના ફ્રૂટ માર્કેટના વેપારીઓએ ભૂખ અને દુઃખ વેઠ્યા

જોકે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન સવાલ કર્યો કે આર્ટિકલ 32 અંતર્ગત અરજી કેવી રીતે સ્વિકાર કરી શકાય, કારણ કે અનામત મૌલિક અધિકાર જ નથી. બેન્ચે કહ્યું કે કોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે? આર્ટિકલ 32 ફક્ત મૌલિક અધિકારના ઉલ્લંઘન માટે છે. અમે માનીએ છીએ કે તમે બધા તમિલનાડુના નાગરિકોના મૌલિક અધિકારોમાં રસ રાખો છે પણ અનામતનો અધિકાર મૌલિક અધિકાર નથી.

કોર્ટે કહ્યું કે તે તમિલનાડુના વિભિન્ન રાજનીતિક દળો દ્વારા એક મુદ્દા પર એક સાથે આવવાની પ્રશંસા કરે છે પણ આ અરજી પર વિચાર કરી શકાય નહીં. બેન્ચે તેમને અરજી પાછી લેવા અને કોઈપણ રાહત માટે હાઇકોર્ટ જવાની મંજૂરી આપી છે.
First published: June 11, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading