Corona વાયરસથી મોતનો ખતરો 50% ઓછો કરી દે છે વિટામિન-D, શોધમાં થયો દાવો

પ્રતિકાત્મક તસવીર

જેમનામાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોય છે અને તેમને કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તો, હોસ્પિટલમાં તેમના મોતનો ખતરો 52 ટકા ઓછો રહે છે

  • Share this:
    વોશિંગ્ટન : દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ જે રીતે ઝડપથી વધી રહ્યું છે, તેને જોયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતાવણી આપી છે કે, કોરોનાથી થતા મોતનો આંકડો 20 લાખ સુધી જઈ શકે છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 9 લાખ 93 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. WHOની ચેતાવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે, કોરોના વાયરસના જે દર્દીઓમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન ડી (Vitamin D) રહેલું છે, તેમને મોતનો ખતરો 50 ટકા ઓછો થઈ જાય છે.

    શોધકર્તાઓના સામે આવ્યું કે, જેમનામાં વિટામિન ડી પર્યાપ્ત માત્રામાં હોય છે અને તેમને કોરોના વાયરસનું સંક્રમણ થાય છે તો, હોસ્પિટલમાં તેમના મોતનો ખતરો 52 ટકા ઓછો રહે છે. એવા દર્દીઓ કોરોનાની જંગ જીતી જાય છે.

    શોધમાં કહેવામાં આવ્યું છે કે, વિટામિન ડીથી ગંભીર રૂપથી બીમાર પડવાનો ખતરો 13 ટકા ઓચો થઈ જાય છે. જેથી વિટામિન ડીની પર્યાપ્ત માત્રા હોવાથી દર્દીને વેન્ટીલેટર પર લઈ જવાનો ખતરો પણ 46 ટકા ઓછઓ થઈ જાય છે.

    આ પણ વાંચોહવે મીઠાઈની દુકાન માટે આવી ગયા નવા નિયમો, 1 ઓક્ટોબરથી પૂરા દેશમાં થશે લાગૂ

    વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, વિટામીન ડી ઈમ્યુનિટી સિસ્ટમમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. કોરોના વાયરસને હરાવવો છે તો ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કહેવામાં આવે છે. એવામાં વિટામીન ડી કોરોના સામે લડવા ખુબ કારગર ઉપાય છે. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં એવરેજ 42 ટકા લોકોમાં વિટામીન ડીની અછત જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ શોધમાં જોયું કે, વૃદ્ધોમાં પણ વિટામિન ડીની અછત હોય છે. આજ કારણે વૃદ્ધ કોરોના વાયરસની ચપેટમાં ઝડપી આવી જાય છે.

    દુનિયામાં મોતનો આંકડો 10 લાખની નજીક

    દુનિયામાં આ સમયે 3 કરોડ 27 લાખ 65 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે 9,93,463 લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસથી અમેરિકામાં 2 લાખથી વદારે લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ભારતમાં 93,379 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. બ્રાઝિલમાં કોરોનાના ચાલતા અત્યાર સુધીમાં 1 લાખ 40 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. જ્યારે રશિયામાં 20 હજાર લોકોના મોત થયા છે. દુનિયાભરમાં આ સમયે કોરોનાના 75 લાખ 93 હજાર 394 એક્ટિવ કેસ છે.
    Published by:kiran mehta
    First published: