canada news: એક ધોધ પાસે ઉભેલ વ્યક્તિનો જીવ જોખમમાં હતો (The life of a person standing near the falls was in danger) , તેથી ત્યાં હાજર 5 યુવાનોએ તેમની પાઘડી (Men saved by using turban rope)ને ઉતારી અને તેમને યમરાજના મોં માંથી બચાવ્યો હતો.
viral news: કેનેડા(Canada)ના ગોલ્ડન ઇઅર્સ વોટરફોલ (Golden Ears Waterfall)માં ફસાયેલા બે લોકોને જોઈને શીખ યુવાનોએ (Sikh Community) માનવતાને ધર્મથી ઉપર મૂકીને તેમની પાઘડી ખોલી (Men saved by using turban rope)તેનુ દોરડુ બનાવી યુવકને બચાવ્યો
કહેવાય છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને માનવતાથી મોટો કોઈ પાઠ નથી. કેનેડામાં શીખ સમુદાયના કેટલાક યુવાનોએ પણ સાબિત કર્યું છે કે જ્યારે માનવતા જોખમમાં હોય ત્યારે તેના બચાવમાં ધાર્મિક પ્રતીકોનું બલિદાન આપવું જોઈએ. અહીં આવેલા એક ધોધ પાસે ઉભેલ વ્યક્તિનો જીવ જોખમમાં હતો, તેથી ત્યાં હાજર 5 યુવાનોએ તેમની પાઘડી (Men saved by using turban rope)ને ઉતારી અને તેમને યમરાજના મોં માંથી બચાવ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ(Viral Video on Social Media) થઈ રહ્યો છે. આ યુવાનોની ભાવના જોઈને દરેક તેમને સલામ કરી રહ્યા છે. સમયની જરૂરિયાત જોતા, કોઈપણ જાતનો સમય બગાડ્યા વિના, તેમણે પાઘડી ખોલી નાખી અને ફસાયેલા વ્યક્તિને મદદ કરવા માટે દોરડું બનાવ્યું, તે વખાણવા લાયક હતું. જો તેઓ બચાવ ટીમની રાહ જોતા હોત તો કદાચ ત્યાં સુધીમાં કોઈ મોટો અકસ્માત સર્જાયો હોત. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
On Monday afternoon, a man slipped & fell at the Lower Falls at Golden Ears Park.
Before Ridge Meadows Search & Rescue could arrive, a group of five Sikh hikers took of their dastaars (turbans), tied them together to make a rope, and rescued the man.💙💪🏾https://t.co/cxrNZE2eQS
ધર્મથી ઉપર રાખી માનવતા
આ વીડિયો બ્રિટિશ કોલંબિયાના શીખ સમુદાય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ ઘટના કેનેડાના પ્રખ્યાત પર્યટન સ્થળ ગોલ્ડન યર્સ વોટરફોલ(Golden Ears Waterfall)ની છે. એક માણસ બર્ફીલી સપાટી પર સરકી ગયો અને સીધો ધોધમાં પડી ગયો હતો.. તમામ પ્રકારની કોશિશ કર્યા બાદ પણ તે બહાર આવી શક્યો ન હતો.
બચાવ ટીમને આ માહિતી આપવામાં આવી ત્યાં સુધીમાં ફસાયેલી વ્યક્તિ લાચાર બની રહી હતી. જ્યારે ત્યાં ઉપસ્થિત શીખોના એક જૂથે આ સ્થિતિ જોઈ ત્યારે તરત જ તેઓએ ઉદારતા દર્શાવતા તેમની પાઘડી ઉતારી અને તેમાંથી દોરડું બનાવ્યું. આ જ દોરડાથી પાણીમાં તરતા વ્યક્તિનો જીવ બચાવાયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર