લાલ કિલ્લા હિંસા : દિલ્હી પોલીસની તપાસ તેજ, જાહેર કરી બીજી 20 તસવીરો

લાલ કિલ્લા હિંસા : દિલ્હી પોલીસની તપાસ તેજ, જાહેર કરી બીજી 20 તસવીરો
લાલ કિલ્લા હિંસા : દિલ્હી પોલીસની તપાસ તેજ, જાહેર કરી બીજી 20 તસવીરો

આ બધા પર લાલ કિલ્લામાં થયેલા ઉપદ્રવ દરમિયાન પોલીસ પર હુમલો કરવાનો આરોપ છે

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હીમાં (Delhi) ગણતંત્ર દિવસ પર (Republic Day Violence)લાલ કિલ્લા પર થયેલા ઉપદ્રવ મામલામાં દિલ્હી પોલીસની એક્શન ઝડપી બની છે. પોલીસે ફરી એક વખત આરોપીઓની તસવીર જાહેર કરી છે. દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીએ લાલ કિંલ્લા હિંસા મામલામાં કથિત રૂપથી સામેલ બીજા વધુ 20 લોકોની તસવીર જાહેર કરી છે. હવે તેમની ઓળખની પ્રક્રિયા તેજ કરી દીધી છે. આ પહેલા દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા મામલામાં 12 લોકોની તસવીર જાહેર કરી હતી.

    આ બધા પર લાલ કિલ્લામાં થયેલા ઉપદ્રવ દરમિયાન પોલીસ પર હુમલો કરવાનો આરોપ છે. આ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે 26 જાન્યુઆરીએ થયેલી હિંસા સાથે જોડાયેલ એક હજાર વીડિયો મળવાની વાત કરી હતી. આ મામલે પોલીસ સતત આરોપીઓની ધરપકડ કરી રહી છે.



    એસઆઈટી કરી રહી છે હિંસાની તપાસ

    26 જાન્યુઆરીએ હિંસાની તપાસ ક્રાઇમ બ્રાન્ચની SIT કરી રહી છે. આ 12 ઉપદ્રવીઓના હાથમાં લાઠી અને ડંડા છે. જેમણે લાલ કિલ્લા સહિત ઘણા સ્થળોએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. દિલ્હી પોલીસે ઉપદ્રવીઓની ઓળખ શરૂ કરી દીધી છે. મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક ટીમની મદદથી હિંસા કરનારના ફોટોને ઓળખવા માટે ક્લિન કરવાના શરૂ દીધા છે.

    આ પણ વાંચો - વારાણસીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું- આવનાર દિવસોમાં સ્વદેશી પેટ્રોલ પણ તૈયાર થશે

    લક્ખા સિંહે વીડિયો શેર કરી દિલ્હી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ

    હિંસાનાં (Delhi Violence) આરોપમાં દિલ્હી પોલીસ પંજાબના ગેંગસ્ટર લક્ખા સિંહ સિધાનાની (Lakkha Singh sidhana) શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ફરાર લક્ખા સિંહે સોશિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લક્ખાએ ખેડૂતોને સમર્થન આપ્યું છે અને બીજી તરફ દિલ્હી પોલીસને જાહેરમાં ચેતવણી આપી છે. આ ખુલ્લી ચેતવણી આપતા તેણે કહ્યું છે કે, 23 ફેબ્રુઆરીએ એક બીજા પ્રદર્શનનું એલાન છે. જે બઠિંડામાં થશે. આ વિડીયોમાં પંજાબથી વધારે યુવાનોને સામેલ થવાની અપીલ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:February 20, 2021, 19:46 pm

    ટૉપ ન્યૂઝ