Home /News /national-international /Republic Day 2023: ભારતનો બે રંગવાળો રાષ્ટ્રધ્વજ, આઝાદી પહેલા જ બની ગયો હતો ત્રિરંગો, જાણો ઇતિહાસ
Republic Day 2023: ભારતનો બે રંગવાળો રાષ્ટ્રધ્વજ, આઝાદી પહેલા જ બની ગયો હતો ત્રિરંગો, જાણો ઇતિહાસ
Republic Day 2023
Republic Day : 7 ઓગસ્ટ 1906ના રોજ કોલકાતાના પારસી બાગાન સ્ક્વેર ખાતે પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજમાં મુખ્ય ત્રણ રંગો હતા. લાલ, પીળો અને લીલો. વર્તમાન ભારતીય ત્રિરંગાનું પ્રથમ સંસ્કરણ લગભગ 1921 માં પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશની શેરીઓ અને ગલીઓમાં ત્રિરંગા લગાવવામાં આવી રહ્યા છે. હરેક વર્ષે લોકોમાં જોશ અને ઉત્સાહ જોવા મળે છે. દીવાલો પર દેશભક્તિના નારા લખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દેશનો પ્રથમ ધ્વજ કેવી રીતે, ક્યારે બનાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? ચાલો જાણીએ ભારતીય રાષ્ટ્રધ્વજ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો...
પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ, 1906ના રોજ કોલકાતાના પારસી બાગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજમાં મુખ્ય ત્રણ રંગો હતા. લાલ, પીળો અને લીલો. વર્તમાન ભારતીય ત્રિરંગાનું પ્રથમ સંસ્કરણ લગભગ 1921 માં પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેના બે મુખ્ય રંગો હતા - લાલ અને લીલો...
1931માં ત્રણ રંગોથી બનેલો ધ્વજ
દસ વર્ષ પછી 1931માં ત્રિરંગા ધ્વજને આપણા રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેને ત્રણ રંગોથી બનાવવામાં આવ્યો હતો. કેસરી, સફેદ અને લીલો. મહાત્મા ગાંધીનું ચરખાને મધ્યમાં દર્શાવવામાં આવ્યું હતું.
બાદમાં, કેટલાક સુધારા પછી તે ફરીથી બદલવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીના ફરતા ચક્રને હટાવીને ત્રિરંગાની વચ્ચે અશોક ચક્ર બનાવવામાં આવ્યો હતો. 22 જુલાઈ 1947ના રોજ તેને સત્તાવાર રીતે ભારતીય ત્રિરંગા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તેને આઝાદ ભારતમાં સૌપ્રથમ 15 ઓગસ્ટ 1947ના રોજ લહેરાવવામાં આવ્યો હતો.
ત્રિરંગાનો પહેલો રંગ કેસરી છે, જે દેશની તાકાત અને હિંમતનું પ્રતિક છે. બીજી તરફ, સફેદ રંગને શાંતિ અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે અને લીલા રંગને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મધ્યમાં વાદળી રંગના અશોક ચક્રના 24 આરા (spokes) દર્શાવે છે કે, જીવન ગતિશીલ છે.
આ અગાઉ, ગણ્યા ગાઠ્યા પ્રસંગો સિવાય (15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી) રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરવાનગી ન હતી. તેની સામે ઉદ્યોગપતિ નવીન જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. લગભગ એક દાયકાની લડાઈ બાદ 23 જાન્યુઆરી, 2004ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સ્વતંત્રપણે સન્માન અને ગૌરવ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર એ ભારતીય નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ પછી બધાને તિરંગો ફરકાવવાનો અધિકાર મળ્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર