Flag Code Of India: વાહન પર ત્રિરંગો લગાવવો પડી શકે ભારે! જાણો શું છે નિયમો
વાહન પર ત્રિરંગો લગાવવો પડી શકે ભારે!
Republic Day 2023: ગણતંત્ર દિવસ નિમિત્તે અનેક લોકો ઘરો, દુકાનો અને વાહનો પર ત્રિરંગો લગાવીને ફરે છે. જો કે, ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, દરેક વ્યક્તિ વાહન પર ત્રિરંગો લગાવી શકે નહીં. ચાલો જાણીએ કોને વાહન પર તિરંગો લગાવવાની છૂટ છે.
નવી દિલ્હી: દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર શેરીઓ અને દુકાનો પર ઝંડાઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. તમે ઘણીવાર જોયું હશે કે, લોકો ઘરો, દુકાનો, શાળાઓ અને સંસ્થાઓ પર ધ્વજ ફરકાવે છે. આ દરમિયાન, ઘણા લોકો તેમની કાર બાઇક અથવા અન્ય વાહનો પર ત્રિરંગો લગાવવાનું પસંદ કરે છે. જો તમે પણ આવું કરો છો, તો તમને જણાવી દઈએ કે ભારતીય ધ્વજ સંહિતા અનુસાર, ત્રિરંગો ફરકાવવાના કેટલાક નિયમો છે. આ સાથે એ જાણવું પણ જરૂરી છે કે, કોણ વાહનો પર ત્રિરંગો લગાવી શકે છે.
દરેક લોકો વાહનો પર તિરંગો લગાવી શકતા નથી?
ભારતીય ધ્વજ સંહિતા અનુસાર દરેક વ્યક્તિ પોતાના વાહન પર ત્રિરંગો લગાવી શકે નહીં. વાહનોની ઉપર, બાજુ કે પાછળ ત્રિરંગો ધ્વજ લગાવવો ગેરકાનૂની માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2022ના પેરેગ્રાફ 3.44 મુજબ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો, વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્ય અને કેન્દ્રીય નાયબ મંત્રીના વાહનો પર ધ્વજ લહેરાવવાની છૂટ છે. આ ઉપરાંત, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદોના અધ્યક્ષ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો પણ વાહન પર તિરંગો લગાવી શકે છે.
આ વખતે પ્રજાસત્તાક દિવસે શું છે ખાસ?
ભારત 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કંઈક ખાસ થઈ રહ્યું છે. વર્ષ 2023 માં પરેડ દરમિયાન, દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને દર્શાવતી 23 ઝાંખીઓ કાર્યક્રમને આકર્ષિત કરશે. તેમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 17 ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો/વિભાગોની 6 ઝાંખીઓનો સમાવેશ થશે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર