Home /News /national-international /Republic day 2023: કોઈ VVIP નહીં, ફ્રન્ટ લાઈનમાં બેસશે રિક્ષાચાલકો અને સામાન્ય લોકો, અનોખી હશે પરેડ
Republic day 2023: કોઈ VVIP નહીં, ફ્રન્ટ લાઈનમાં બેસશે રિક્ષાચાલકો અને સામાન્ય લોકો, અનોખી હશે પરેડ
Republic day 2023
આપને જણાવી દઈએ કે, મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસી આ વર્ષે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ હશે. આ ઉપરાંત મિસ્ત્રના 120 સદસ્યી માર્ચિંગ દળ પણ પરેડમાં ભાગ લેશે.
નવી દિલ્હી: આ વખતે ગણતંત્ર દિવસ 2023 ખાસ થવાનો છે. કર્તવ્ય પથ પર આયોજીત થનારા ગણતંત્ર દિવસના સમારંભમાં વીવીઆઈપી નહીં પણ રિક્ષા ચાલકોથી લઈને શાકાભાજી વેચનારા ફ્રન્ટ લાઈનમાં બેસશે, જે વાસ્તવમાં એક ગણતંત્ર રાષ્ટ્રની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પરેડ દરમિયાન શ્રમજીવી, તેમના પરિવાર, કર્તવ્ય પથની જાળવણીના કાર્યકર્તા અને સમુદાયના અન્ય સભ્યો જેમ કે રિક્ષા ચાલકો, નાના કરિયાણાની દુકાનવાળા, શાકભાજી વેચનારા મુખ્ય મંચની સામે બેસશે. આ વર્ષના સમારંભનો વિષય તમામ ગણતંત્ર દિવસના કાર્યક્રમોમાં સામાન્ય લોકોની ભાગીદારી છે.
ગણતંત્ર દિવસ સમારંભની શરુઆત પ્રધાનમંત્રી મોદી 9.51 કલાક પર નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થશે. ત્યાર બાદ સલેયૂટિંગ ડાયસ પર તેઓ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. સવારે 10.30 કલાકે સુપ્રીમ કમાંડર ધ્વજારોહણથી પરેડની શરુઆત કરશે અને સમાપન 2 કલાક 14 મિનિટ બાદ 12.05 કલાકે થશે.
ગણતંત્ર દિવસ ફ્લાઈ પાસ્ટ-
હંમેશાની માફક ફ્લાઈ પાસ્ટ ગણતંત્ર દિવસ સમારંભનું સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને આ વર્ષે કર્તવ્યપથ પર થનારા ફ્લાઈ પાસ્ટમાં ત્રણેય સેનાના 50 એરક્રાફ્ટ ભાગ લેશે. જેમાં વાયુસેનાના 45, એક નૈસેના અને 4 થલસેના હશે. તેમાંથી 18 હેલીકોપ્ટર, 8 ટ્રાંસપોર્ટ, 1 વિંટેજ એરક્રાફ્ટ અને 23 ફાઈટર પ્લેન હશે. ખાસ વાત એ છે કે, આ ફ્લાઈટ પાસ્ટમાં આકર્ષણનું કેન્દરમાં નૌસેનાનું એક વિમાન ભાગ રહ્યું છે, જે 42 વર્ષની સર્વિસમાં પહેલી વાર કર્તવ્ય પથ પર ઉડાન ભરશે અને કદાચ આ તેની છેલ્લી ઉડાન હશે, કેમ કે ત્યાર બાદ આ વિમાન નૌસેનામાંથી રિટાયર થઈ જશે.
મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસી હશે મુખ્ય અતિથિ
આપને જણાવી દઈએ કે, મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસી આ વર્ષે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ હશે. આ ઉપરાંત મિસ્ત્રના 120 સદસ્યી માર્ચિંગ દળ પણ પરેડમાં ભાગ લેશે.
પરેડ માટે સીટોની સંખ્યા ઘટાડીને 45,000 કરી દીધી
સપ્ટેમ્બર 2022માં પુનર્નિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના ઉદ્ધાટન દરમિયાન રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું હતું. રાજપથના કર્તવ્ય પથ થયા બાદ આ પ્રથમ ગણતંત્ર પરેડ છે. પરેડ માટે સીટોની સંખ્યા ઘટાડીને 45,000 કરી દેવામાં આવી છે, તેમાં 32,000 સીટો અને બીટિંગ રીટ્રીટ ઈવેન્ટ માટે કુલ સીટો 10 ટકા જનતા માટે ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર