Home /News /national-international /Republic Day 2023: ગણતંત્રના પર્વે ગુજરાતીએ બનાવ્યું Googleનું શાનદાર Doodle, વીડિયો જોઈને ખુશ થઇ જશો

Republic Day 2023: ગણતંત્રના પર્વે ગુજરાતીએ બનાવ્યું Googleનું શાનદાર Doodle, વીડિયો જોઈને ખુશ થઇ જશો

Google-Doodle

Republic Day 2023 Google-Doodle: આજે ગણતંત્ર દિવસના ખાસ અવસર ગૂગલે એક શાનદાર ડુડલ બનાવી ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. આ ડુડલ અમદાવાદના એક યુવક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આજે ગણતંત્ર દિવસના અવસર પર સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે અને સમગ્ર દેશ 74મોં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને આ ખાસ અવસર પર ગુગલે પણ એક શાનદાર ડુડલ બનાવી ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. ગૂગલે ગણતંત્ર પરેડ પ્રત્યે દરેક ભારતીયનું આકર્ષણ દર્શાવતા એક ખુબ સરસ ડુડલ રજુ કર્યું છે.

આ ડુડલને ગુજરાતના ગેસ્ટ આર્ટિસ્ટ પાર્થ કોથેકરે બનાવ્યું છે. કલાકાર પાર્થે ગણતંત્ર દિવસ 2023નો જશ્ન માનવતા Google ડુડલને બનાવવા માટે હાથથી કાપેલ પેપર દ્વારા કલાકૃતિ તૈયાર કરી છે.

આ ગુગલના ડુડલમાં શું છે ખાસ

આ ગુગલ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત, પરેડમાં રક્ષા કર્મીઓ દ્વારા બનાવવામાં આવેલ શાનદાર બાઈક પિરામિડનું ચિત્રણ પણ સામેલ છે. ઇલસ્ટ્રેશનમાં દેખાતા કેટલાક ઘોડેસવાર આપણને 61 કેલેવરી રેજિમેન્ટની યાદ અપાવે છે, જે સમગ્ર દુનિયામાં એકમાત્ર એક્ટિવહોર્સ કેલેવરી યુનિટ છે.

આ ઉપરાંત, ડુડલમાં સીઆરપીએફની માર્ચિંગ ટુકડી, ઇન્ડિયા ગેટ, ભારતનું રાષ્ટ્રપક્ષી મોર વગેરે જેવા તત્વો પણ સામેલ છે.






મહત્વની વાત એ છે કે પાર્થે આ ડૂડલ કાગળને કાપીને બનાવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ભવન પાછળ દેખાય છે. આ સાથે પરેડના તમામ મહત્વના પાસાઓને આ આર્ટવર્ક દ્વારા દર્શાવવામાં આવ્યા છે. પાર્થ કોથેકરની વાત કરીએ તો, તેનો જન્મ ગુજરાતના સૌથી મોટા શહેરમાં થયો હતો અને તે પોતાની સર્જનાત્મકતા કાગળની એક શીટ વડે બતાવે છે.

આ પણ વાંચો: Republic Day 2023: પ્રજાસત્તાક દિવસ પર તમારા સ્ટાઈલ સ્ટેટમેન્ટને કરો અપ, જુઓ સેલિબ્રિટી લુક્સ






ગુજરાતના કલાકારે 4 દિવસમાં તૈયાર કરી ડિઝાઇન

DNA હિન્દીની રિપોર્ટ મુજબ, અમદાવાદ, ગુજરાતના ગેસ્ટ આર્ટિસ્ટ પાર્થ કોથેકરે જણાવ્યું કે, જયારે એમણે પહેલી વખત Google ડુડલ બનાવવાના અવસર અંગે ખબર પડી તો તેને વિશ્વાસ ન થયો. એમણે ડુડલ બનાવવાનું અવસર મળવાને લઇ જણાવ્યું કે, 'મારા રૂઆંટા ઉભા થઇ ગયા, મેં ઈમેલમાં ઘણી વખત વાંચ્યું, કારણ કે મને વિશ્વાસ ન થઇ રહ્યો હતો'. એમણે આગળ કહ્યું, મેં મારી માતા અને બહેન સાથે સમાચાર શેર કર્યા. ક્યારેય ન વિચાર્યું હતું કે આવી પણ તક મળશે. સાથે જ એમણે જણાવ્યું કે, એમને પેપરકટ બનાવવામાં 4 દિવસનો સમય લાગ્યો અને દરેક દિવસે એમણે 6 કલાક કામ કર્યું.
First published:

Tags: Google doodle, Republic Day 2023

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો