Home /News /national-international /

Republic Day 2022: ITBPનાં જવાનોએ માઇનસ 40 ડિગ્રમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ, લગાવ્યા ભારત માતા કી જયનાં નારા

Republic Day 2022: ITBPનાં જવાનોએ માઇનસ 40 ડિગ્રમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ, લગાવ્યા ભારત માતા કી જયનાં નારા

Republic Day 2022 : ITBPનાં જવાનોએ હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસ ઉજવ્યો છે આ દરમિયાન ત્યાંનું તાપમાન શૂન્યથી ઘણું નીચુ હતું.

Republic Day 2022 : ITBPનાં જવાનોએ હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસ ઉજવ્યો છે આ દરમિયાન ત્યાંનું તાપમાન શૂન્યથી ઘણું નીચુ હતું.

    ITBPનાં જવાનોએ માઇનસ 40 ડિગ્રમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ

    ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોનાં હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યાં છે.

    ITBPનાં જવાનોએ હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસ ઉજવ્યો છે આ દરમિયાન ત્યાંનું તાપમાન શૂન્યથી ઘણું નીચુ હતું.

    ITBPનાં જવાનોએ ઉત્તરાખંતડનાં કુમાઉ ક્ષેત્રમાં 12,000 ફિટની ઉંચાઇ પર ધ્વજ ફરકાવ્યો તે સમયે ત્યાંનું તાપમાન માઇનસ 25 ડિગ્રીની આસપાસ હતું. તેમણે અહીં ગણતંત્ર દિવસની ઉજવણી જોમભેર કરી છે.

    ઉત્તરાખંડમાં 14,000 ફિટ પર હાજર ITBPનાં જવાનોએ માઇનસ 30 ડિગ્રીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે. અને અહીં ભારત માતા કી જયનાં નારા પણ લગાવવામાં આવ્યાં છે.

    ઉત્તરાખંડનાં ઓલીમાં માઇનસ 20 ડિગ્રી તાપમાન વચ્ચે 11,000 ફિટની ઉંચાઇ પર ITBPનાં જવાનોએ રાષ્ટ્ર ધ્વજ લગાવી તેની આસપાસ સ્કેટિંગ કર્યું

    ઇન્ડો તિબ્બત બોર્ડર પર ITBPનાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફિટની ઉંચાઇ પર માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે.

    દેશભરમાં થશે 73માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાશે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ 10.30 કલાકે શરૂ થશે. કોરોનાના કારણે પહેલીવાર પરેડ મોડી નીકળશે. જેમા ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ઝાંખીનું પ્રદર્શન લાલ કિલ્લા સુધી જશે. દેશની આધ્યાત્મિક અને પર્યટન શક્તિ પ્રદર્શિત કરાશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: ITBP, Republic Day 2022, ભારતીય સેના

    આગામી સમાચાર