Home /News /national-international /

વિરતા પુરસ્કાર : જાણો, ગુજરાતના માત્ર 6 વર્ષના બહાદુરની કહાની

વિરતા પુરસ્કાર : જાણો, ગુજરાતના માત્ર 6 વર્ષના બહાદુરની કહાની

ગત વર્ષે પણ ગુજરાતની એક બાળકીને બહાદુરી માટે પુરસ્કાર મળ્યો હતો. તેનું નામ છે સમૃદ્ધિ સુશિલ શર્મા

ગત વર્ષે પણ ગુજરાતની એક બાળકીને બહાદુરી માટે પુરસ્કાર મળ્યો હતો. તેનું નામ છે સમૃદ્ધિ સુશિલ શર્મા

    બાળ વિરતા પુરસ્કાર માટે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલા 21 બાળકો રાજપથ પર ગણતંત્રના દિવસે પરેડમાં સામેલ નહી થઈ શકે. આવું દેશમાં 1957 બાદ પહેલી વખત થવા જઈ રહ્યું છે.

    આ બાળકોને પસંદ કરનારી ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેયર પર નાણાકીય ગડબડીનો આરોપ લાગવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કાઉન્સિલમાંથી પોતાને અલગ કરી દીધી. આ કારસ્તાનની સજા 21 બહાદુર બાળકોને ભોગવવાનો વારો આવશે.

    આ મુદ્દે કાઉન્સિલની અધ્યક્ષ ગીતા સિદ્ધાર્થે કહ્યું કે, પરંડમાં સામેલ થવા માટે બાળકોને આ વખતે આમંત્રણ નથી મળ્યું. રક્ષા મંત્રાલયે પણ હજુ સુધી લેખિતમાં કોઈ સુચના નથી આપી. તેમણે કહ્યું કે, અમારો પ્રોગ્રામ છેલ્લા 61 વર્ષથી ચાલી રહ્યો છે. અમે દેશભરમાં બહાદુરી દેખાડતા બાળકોને એવોર્ડ આપીએ છીએ. મને એ વાતનું દુખ છે કે, બાળકો કદાચ આ વર્ષે ગમતંત્ર દિવસની પરેડમાં સામેલ નહી થઈ શકે.

    તમને જણાવી દઈએ કે, આ 21 બાળકોમાં એક ગુજરાતનો પણ બહાદુર બાળક છે. જે માત્ર 6 વર્ષનો છે, જેણે પોતાના મિત્રને દિપડાના મોંઢામાંથી બચાવ્યો હતો. તેનું નામ છે જયરાજસિંહ ગોહિલ.

    કોણ છે જયરાજસિંહ ગોહિલ

    ગુજરાતના ગોહિલ જયરાજસિંહ અજીતસિંહને આ વર્ષે સંજય ચોપડા એવોર્ડ આપવામાં આવ્યો છે. 6 વર્ષ અને 5 મહિનાના ગોહિલ જયરાજસિંહ પોતાના મિત્ર નીલેશ સાથે રમી રહ્યો હતો. અચાનક તે સમયે દીપડાએ નીલેશ પર હુમલો કરી દીધો. નીલેશને દીપડાએ પોતાના મોંઢામાં દબોચી લીધો હતો. આ જોઈ જયરાજસિંહે એક પથ્થર ઉઠાવ્યો અને દીપડાના મોંઢા પર માર્યો. તો પણ દીપડાએ પોતાની પકડ છોડી નહી. તો જયરાજસિંહે પોતાની પસંદની રમકડાની કાર, ઉઠાવી ફરી દીપડાને મારી. એટલું નહી હિંમતથી દીપડાની સામે જઈ જોર જોરથી બુમો પાડવા લાગ્યો, આખરે દીપડો નીલેશને છોડી ભાગી ગયો. તેણે પોતાનો જીવ જોખમમાં નાખી મિત્રને બચાવવા માટે જે પ્રયત્નનો કર્યા અને સફળતા પણ મળી ધ્યાનમાં રાખી તેને વીરતા પુરસ્કાર સંજય ચોપડા એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ગુજરાતની એક બાળકીને બહાદુરી માટે પુરસ્કાર મળ્યો હતો. તેનું નામ છે સમૃદ્ધિ સુશિલ શર્મા. સમૃદ્ધિને 16 વર્ષ 3 મહિનાની ઉંમરમાં બહાદુરીનો પુરસ્કાર મળ્યો હતો. પૂરો મામલો 1 જુલાઈ 2016નો છે, જ્યારે સમૃદ્ધિ શર્મા ઘરે એકલી હતી. આ દરમ્યાન દરવાજાનો બેલ વાગ્યો. તેણે દરવાજો ખોલ્યો તો સામે એક નકાબ પહેરેલો વ્યક્તિ હતો, જે નોકરાણી વિશે પુછવા લાગ્યો. સમૃદ્ધિએ તેને જણાવ્યું કે, તે કામ ખતમ કરી જતી રહી. ત્યારે તેણે પીવા પાણી માંગ્યું. સમૃદ્ધિએ પાણી આપવાની ના પાડી, તો તે વ્યક્તિએ ચપ્પુ કાઢ્યું અને તેના ગળા પર મુકી દીધુ. જોકે, કોઈ રીતે સમૃદ્ધિએ ચાલાકીથી તેની પાસેથી ચાકુ છીનવી બહાર ફેકી દીધુ. હંગામો વધતા હુમલાખોર ભાગી ગયો, પરંતુ સમૃદ્ધિને થોડી ઈજા પણ પહોંચી. તેણે બે વખત ઓપરેશન પણ કરાવવું પડ્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Republic day 2019, કથા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन