Home /News /national-international /Republic Day: સુપ્રીમ કમાંડર કરશે ધ્વજારોહણ, પરેડ સવારે 10.30 કલાકથી શરુ થશે, ફ્લાઈ પાસ્ટમાં 50 એરક્રાફ્ટ લેશે ભાગ

Republic Day: સુપ્રીમ કમાંડર કરશે ધ્વજારોહણ, પરેડ સવારે 10.30 કલાકથી શરુ થશે, ફ્લાઈ પાસ્ટમાં 50 એરક્રાફ્ટ લેશે ભાગ

repubilc day 2023

ગણતંત્ર દિવસ સમારંભની શરુઆત પ્રધાનમંત્રી મોદી 9.51 કલાક પર નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થશે. ત્યાર બાદ સલેયૂટિંગ ડાયસ પર તેઓ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.

    નવી દિલ્હી: દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે. બે વર્ષ કોવિડ પ્રતિબંધો બાદ આ વર્ષથી ગણતંત્ર દિવસ સમારંભ ખૂબ જ ખાસ અને અલગ રહેશે. પહેલી વાર કર્તવ્ય પથ પર માર્ચ પાસ્ટ અને ફ્લાઈટ પાસ્ટ દ્વારા આત્મનિર્ભર ભારતની સામરિક તાકાતથી દુનિયાને રુબરુ કરાવશે.

    આ પણ વાંચો: શીતલહેર રિટર્ન! દિલ્હી-UP સહિત ભારતમાં સખત ઠંડી પડશે, હવામાન વિભાગની ચેતવણી

    ગણતંત્ર દિવસ સમારંભની શરુઆત પ્રધાનમંત્રી મોદી 9.51 કલાક પર નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે થશે. ત્યાર બાદ સલેયૂટિંગ ડાયસ પર તેઓ રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. સવારે 10.30 કલાકે સુપ્રીમ કમાંડર ધ્વજારોહણથી પરેડની શરુઆત કરશે અને સમાપન 2 કલાક 14 મિનિટ બાદ 12.05 કલાકે થશે.

    ગણતંત્ર દિવસ ફ્લાઈ પાસ્ટ-


    હંમેશાની માફક ફ્લાઈ પાસ્ટ ગણતંત્ર દિવસ સમારંભનું સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને આ વર્ષે કર્તવ્યપથ પર થનારા ફ્લાઈ પાસ્ટમાં ત્રણેય સેનાના 50 એરક્રાફ્ટ ભાગ લેશે. જેમાં વાયુસેનાના 45, એક નૈસેના અને 4 થલસેના હશે. તેમાંથી 18 હેલીકોપ્ટર, 8 ટ્રાંસપોર્ટ, 1 વિંટેજ એરક્રાફ્ટ અને 23 ફાઈટર પ્લેન હશે. ખાસ વાત એ છે કે, આ ફ્લાઈટ પાસ્ટમાં આકર્ષણનું કેન્દરમાં નૌસેનાનું એક વિમાન ભાગ રહ્યું છે, જે 42 વર્ષની સર્વિસમાં પહેલી વાર કર્તવ્ય પથ પર ઉડાન ભરશે અને કદાચ આ તેની છેલ્લી ઉડાન હશે, કેમ કે ત્યાર બાદ આ વિમાન નૌસેનામાંથી રિટાયર થઈ જશે.

    કર્તવ્ય પથ પર નવો સમારંભ યોજાશે


    આ વર્ષે સમારંભમાં કેટલાય ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કોવિડ કાળ પહેલા આ સમારંભનો ભાગ બનવા માટે આવતા દર્શકોની 2 લાખથી વધારે સંખ્યાને ઘટાડીને 45 હજાર કરી દેવામાં આવી છે. આ વર્ષે રક્ષા મંત્રાલય તરફથી 50થી 60 હજાર નિમંત્રણ આપવામાં આવે છે, જેને ઘટાડીને 12 હજાર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારંભને જોતા આવનારા લોકો માટે 32,000 ટિકિટો વહેંચવામાં આવી છે. કેમ કે બેસવાની વ્યવસ્થા બદલાઈ ગઈ છે. તેને લઈને સમારંભ જોવા આવતા લોકોની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 26 january republic day

    विज्ञापन
    विज्ञापन