હિંસક ઘર્ષણમાં ચીની સેનાના કમાન્ડિંગ ઓફિસરનું મોત, 40થી વધુ હતાહતઃ ANI

News18 Gujarati
Updated: June 17, 2020, 1:21 PM IST
હિંસક ઘર્ષણમાં ચીની સેનાના કમાન્ડિંગ ઓફિસરનું મોત, 40થી વધુ હતાહતઃ ANI
લદાખમાં 14 હજાર ફુટ ઊંચી ગલવાન ઘાટીમાં LAC પર આ ઘર્ષણ 3 કલાક ચાલ્યું. (PTI)

14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીન (India-China Clash)ના સૈનિકોની વચ્ચે લદાખના ગલવાન ઘાટી (Galwan Valley)માં થયેલા ઘર્ષણનો મામલો વણસી ગયો છે. ન્યૂઝ એજન્સી ANIએ બુધવાર સૂત્રોના હવાલાથી કહ્યું કે ચીનના 40થી વધુ સૈનિક માર્યા ગયા છે. તેમાં યૂનિટના કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. આ અધિકારી એ ચીની યૂનિટના હતા, જેણે ભારતીય જવાનોની સાથે હિંસક ઝડપ કરી. જોકે, ચીન તરફથી હજુ સુધી તેની પર કોઈ અધિકૃત નિવેદન નથી આપવામાં આવ્યું.

બીજી તરફ, 15-16  જૂન દરમિયાનની રાતે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક સંઘર્ષમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત નાજુક છે.


લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો. આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા.

આ પણ વાંચો, ચીની સેનાની ક્રૂર ટુકડીએ કેવી રીતે ભારતીય જવાનો પર કર્યો હુમલો? ગલવાનના સૈનિકોએ જણાવી સમગ્ર ઘટના

આવા હિંસક ઘર્ષણ આધુનિક સેનાઓના હાલના ઈતિહાસમાં ખૂબ ઓછા થયા છે. ચીની સેનાના આ હિંસક હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોના મોત શૂન્યથી ઓછા તાપમાનમાં સતત રહેવાના કારણે થયા છે.

આ પણ વાંચો, ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ
First published: June 17, 2020, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading