સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને તરફના જવાનો થયા ઘાયલ

News18 Gujarati
Updated: May 10, 2020, 11:41 AM IST
સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને તરફના જવાનો થયા ઘાયલ
પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેનાના સૂત્રો મુજબ, ઉત્તર સિક્કિમના વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણ થયું

  • Share this:
ગંગટોકઃ સિક્કિમ (Sikkim)ની પાસે બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ભારતીય સેના (Indian Army)ના સૂત્રો મુજબ, ઉત્તર સિક્કિમના વિસ્તાર (India-China boundary)માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન બંને તરફના સૈનિકો ઘાયલ થયા છે. તેમને થોડી ઈજાઓ થઈ છે. આ ઘટના નાકૂલા સેક્ટરની પાસે બની છે. આ વિસ્તાર 5 હજાર મીટરથી વધુ ઊંચાઈ પર છે.

વિવાદ ઉકેલી લેવાયો

સૂત્રો મુજબ આ ઝઘડોનો સ્થાનિક સ્તરે ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. બાદમાં બંને તરફથી સૈનિક પોતપોતાની પોસ્ટ પરત ફર્યા હતા. નોંધનીય છે કે સરહદ વિવાદના કારણે સૈનિકોની વચ્ચે આવા નાના-મોટા વિવાદ થતા રહે છે. આ પ્રકારની ઘટના ઘણા લાંબા સમય બાદ બની છે. થોડીવાર બાદ ઇસ્ટર્ન કમાન્ડ તરફથી અધિકૃત જાણકારી આપવામાં આવશે.


આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા

2017માં થયો હતો ડોકલામ વિવાદ

નોંધનીય છે કે વર્ષ 2017માં ડોકલામ સેક્ટરમાં ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ગતિરોધ ચાલ્યો હતો. ચીનની સેનાએ આ વિસ્તારમાં રોડ નિર્માણ શરૂ કરી દીધું હતું. ભૂટાનની મદદનો હાથ વધારતા ભારતીય સેના ડોકલામ સુધી પહોંચી ગઈ અને તેમનું રોડ નિર્માણ કાર્ય રોકી દીધું. ત્યારબાદ 73 દિવસો સુધી બંને દેશોની સેનાઓ એ જ સ્થિતિમાં તૈનાત રહી. ડિપ્લોમેટિક મંત્રણા બાદ ઓગસ્ટમાં ગતિરોધ તો સમાપ્ત થઈ ગયો. ડોકલામ એક વિવાદાસ્પદ ભૂભાગ છે જેની પર ચીન અને ભૂટાન બંને પોતાના દાવા કરતા આવ્યા છે. ભારત માને છે કે તે ભૂખંડ ભૂટાનનો છે. તેની સાથે જ આ વિસ્તાર ભારતીય મુખ્ય ભૂભાગને નોર્થ ઇસ્ટથી જોડનારો ચિકન નેક ખૂબ નજીક છે તેથી આ સામરિક દૃષ્ટિથી પણ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો, 6 દિવસમાં બદલાઈ કોરોનાની તસવીર, 40 હજારથી 60 હજાર થયા દર્દી
First published: May 10, 2020, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading