Home /News /national-international /નિપાહ વાયરસ અંગે નવી વાત આવી સામે, મુખ્ય કારણ ચામાચીડિયા નથી: રિપોર્ટ

નિપાહ વાયરસ અંગે નવી વાત આવી સામે, મુખ્ય કારણ ચામાચીડિયા નથી: રિપોર્ટ

નવી દિલ્હી: તાજેતરમાં જ નિપાહ વાઈરસને લઇને લોકો શંકામાં હતા, પરંતુ આ વાઈરસની જપેટમાં આવનાર લગભગ 12 લોકોના મોત થયા છે. નિપાહ વાઈરસને લઇને આ બાબત  આગળ આવી હતી કે ચામાચીડિયાથી આ વાઇરસ ફેલાઇ રહ્યો છે, પરંતુ હવે તપાસમાં આ વાત સામે આવી છે કે તેનું મુખ્ય કારણો ચમાચીડિયા નથી. શુક્રવારે અધિકારીઓએ કેરળના કોઝિકોડ અને મલ્લપુરમમાં 12ના મોત પર ચામાચીડિયા દ્વારા ફેલાયેલા વાયરસની વાતનો ઇન્કાર કર્યો છે.

નિપાહ વાયરસ પર આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી, પરીક્ષાઓ સ્થગિત અને અંતિમ સંસ્કાર માટે પ્રોટોકોલ ચાલુ

ભોપાલમાં ઉચ્ચ સુરક્ષા પશુ પ્રયોગશાળામાં ચામાચીડિયા અને ડુક્કરના કુલ 21 નમૂના મોકલવામાં આવ્યા છે, પરંતુ શુક્રવારે મોડીરાત્રે આ તમામ રિપોર્ટ નકારાત્મક સામે આવ્યા હતા. આ જ અઠવાડિયામાં કેન્દ્રીય પશુપાલન કમિશ્નર એસ.પી. સુરેશની આગેવાની સાથે એક ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાણીઓની તપાસ બાદ જણાવ્યું હતું કે પ્રાણીઓમાં નિપાહ વાઈરસની કોઈ પણ પ્રકારની ઓળખ થઇ શકી નથી અને આ વાઈરસથી માત્ર મનુષ્ય પ્રભાવિત થયો છે.
First published:

Tags: Nipah viruS

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો