રિપોર્ટમાં ખુલાસો : સ્નાન લાયક નથી ગંગાનું પાણી, ઓક્સિજન લેવલ બગડ્યું

ફાઇલ ફોટો

વારાણસીમાં ગંગાનું પાણી (River Ganga)લીલા રંગમાં ફેરવાઇ ગયું છે. આ તસવીર લગભગ 20 દિવસોથી જોવા મળી રહી છે

 • Share this:
  વારાણસી : ગંગાનું પાણી (River Ganga)લીલા રંગમાં ફેરવાઇ ગયું છે. આ તસવીર લગભગ 20 દિવસોથી જોવા મળી રહી છે. મામલો ગરમાયો તો જિલ્લાધિકારીએ તપાસ કમિટી રચી જેમાં ઉત્તર પ્રદેશ પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ સામેલ કરવામાં આવ્યું છે. તપાસ કમિટીએ ગંગાના પાણીનું સેમ્પલ લઇને તપાસ કરી જેનો રિપોર્ટ શાસનને સોપી દેવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે ગંગાનું પાણી મિર્ઝાપુરમાં ગંગાના કિનારે એટલે સ્ટીમમાં બનેલા એક જૂના એસટીપીના કારણે લીલું થયું છે. જેના કારણે લીલ જોવા મળી રહી છે. એસટીપીને જૂની ટેકનિકથી ચલાવવામાં આવે છે જે લીકેજ કરે છે અને સીવેજ ગંગામાં જાય છે. આ જ કારણે ડાઉન સ્ટ્રીમ એટલે વારાણસીમાં ગંગાના પાણીમાં લીલી જમા થઇ ગઈ છે.

  રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો કે ગંગાના પાણીમાં નાઇટ્રોજન અને ફોસ્ફોરસ માનક કરતા વધારે માત્રામાં જોવા મળ્યા છે, જે ઓક્સિજન લેવલને ઘણું ઓછા કરી નાખે છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ક્ષેત્રીય અધિકારીએ બનારસની જનતાને અપીલ કરી છે કે હાલ ચાર પાંચ દિવસો સુધી ગંગામાં સ્નાન ના કરે, પાણી ના પીવે. તેમનો દાવો છે કે ગંગામાં પાણીની માત્રા વધારે છે જેના કારણે લીલી જલ્દી ખતમ થઇ જશે.

  આ પણ વાંચો - કાનપુરનું જાદુઈ મંદિર વૈજ્ઞાનિકો માટે કૌતુહલ, આપે છે વરસાદની સટિક સૂચના

  બીએચયૂના ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્વોઇરમેંટલ સ્ટડીઝના પ્રોફેસર કૃપા રામ પણ માને છે કે હાલના સમયે ગંગાના સ્નાનથી બચવાની આવશ્યકતા છે. તેમના મતે ગંગાની ઉપર બનેલ આ લીલ સૂર્યના રેડિએશન સામે એક કવચની જેમ કામ કરે છે જેના કારણે નદીના પાણીમાં બીઓડીની કોન્સનન્ટ્રેશન ઓછી થવા લાગે છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો નિશ્ચિત રીતે જળીય જીવોને નુકસાન થશે. કારણ કે લીલનું કવચ બીઓડીના કોન્સનન્ટ્રેશને વધવાથી બ્લોક કરી દેશે. જોકે શાસનનો દાવો છે કે જલ્દી સ્થિતિ કાબૂમાં આવી જશે.
  Published by:Ashish Goyal
  First published: