દુનિયામાં આજે અનેક એવા દેશો છે જેમાં હવે મહિલાઓ પણ આર્મીમાં જોડાઇ દેશની સેવા કરી શકે છે. આ દેશોમાં ભારત, અમેરિકા, ઇઝરાયેલ સહિતનો સમાવેશ થાય છે. પરંતુ અમેરિકાની આર્મીમાં હાલ ભારે ડરનો માહોલ છે. આ પાછળનું કારણ છે કે US આર્મીમાં જાતીય શોષણની ફરિયાદ ખૂબ જ ચિંતાજનક રીતે વધી ગઇ છે. સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટના રોકવા માટે કડક પગલા લેવાના આદેશ આપ્યા છે.
પેન્ટાગનના એક વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સેનામાં હાલના વર્ષોની તુલનામાં 2018માં જાતીય શોષણની ઘટનામાં વધારો થય છે. રિપોર્ટ સામે આવ્યા બાદ દેશના કાર્યપાલક રક્ષામંત્રી પેટ્રિક શાનહને ગુરુવારે અમેરિકન સેનામાં જાતીય શોષણ સામે કડક કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું. રક્ષા મંત્રાલય મહિલા અને પુરુષો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના મામલે 2017ની તુલનામાં 13 ટકાનો વધારાની સાથે 7623 થઇ ગયા.
પેટ્રિકે એક નિવેદનમાં કહ્યું કે એ હકિકત છે કે જાતીય શોષણની સમસ્યા સતત પડકાર બની રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે રક્ષા વિભાગમાં અંદાજે 6.2 મહિલાઓને 2018માં જાતીય શોષણ અથવા જાતીય સતામણી રાખવાની ફરજ પડી, જ્યારે બે વર્ષ પહેલા આ આંકડો 4.3 ટકા હતો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર