લાખો એન્જિનિયરોની કહાની, નોકરીનો દુષ્કાળ અને લોનના દેણાનું દબાણ

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  એન્જિનિયરિંગ કરનારા તમામ ગ્રેજ્યુએટ્સ સ્ટુડ્ટ્સ બેરોજગારીથી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં લાખો રૂપિયાની એજ્યુકેશન લોનનું દબાણ પણ ખરું જ, બીટેક જેવી ઉચ્ચતમ પદવી મેળવી છતાં લાખો વિદ્યાર્થીઓ કોઇ અન્ય ફિલ્ડમાં નાની-મોટી નોકરી કરવા મજબૂર થયા છે.

  આ પરિસ્થિતિમાંથી લાખો વિદ્યાર્થી હાલ પસાર થઇ રહ્યાં છે, તેમાંથી એક પીયુષ સેન છે, જે હેરિટેઝ ઇન્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એક વર્ષ પહેલા જ બીટેક કર્યું હોવા છતા આજ સુધી તેઓને નોકરી મળી નથી. બાયો ટેક્નોલોજીના સ્ટુડન્ટ સેન અનેક કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધો, પરંતુ તેઓને નોકરી મળી નથી.

  સેનનું કહેવું છે કે મને અત્યારસુધી નોકરી નથી મળી, જે મારા માટે મોટી સમસ્યા છે, હું પહેલાથી જ હોશિયાર વિદ્યાર્થી રહ્યો છું, હું જ્યાં પણ નોકરી માટે જાવ છું તો તેઓ અનુભવ માગે છે, જો તમે કેમ્પસના પ્લેસમેન્ટમાં પણ નોકરી ન મળે તો તે મોટી સમસ્યા છે.

  સેનની જેમ બેનેટ કોલેજમાંથી એન્જિનિયરિંગ પાસ કરેલા હર્ષિત મહેતા પણ નોકરી શોધી રહ્યાં છે. હર્ષિદ થોડા જ દિવસોમાં જાણી ગયા કે તેઓને કોલેજ કેમ્પસમાંથી નોકરી મળશે જ નહીં, આથી તેઓએ બેરોજગારીથી બચવા ગ્રેજ્યુએશન કરી એક વર્ષ પહેલા જ એમબીએની તૈયારી શરૂ કરી દીધી.

  હર્ષિતનું કહેવું છે કે મેં પોતાના સીનિયર્સની સ્થિતિ જોઇ છે, જેમાં અનેક હજુ પણ નોકરી શોધી રહ્યાં છે, મેં વિચાર્યું હતું કે કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લઇને કોઇ ફાયદો નથી, કારણ કે સારી નોકરી તો ત્યાંથી મળતી નથી, જો નોકરી મળે તો પણ પગાર ઓછો હોય છે. તો મેં વિચારીને એમબીએ કરી લીધું.

  તો ટેક મહિન્દ્રામાં નોકરી કરતાં સુમિત શ્રીવાસ્તાને નવ મહિના પહેલા રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું, સુમિતે કહ્યું કે મેં થોડા દિવસ પહેલા જ જોઇન કર્યું હતું, આથી મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારે નોકરી ગૂમાવવી પડશે. મને કંપની તરફથી બે ઓફ્શન આપવામાં આવ્યા, રાજીનામું આપવું અથવા નોટિસ પીરિયડ સર્વ કરું અથવા એક સપ્તાહમાં જ નોકરી છોડી પેકેજ સ્વીકારું.

  તો નેસકોમ ઇન્ડિયા લીડરશિપ ફોરમમાં મેકિંજી એન્ડ કંપની દ્વારા પ્રસ્તુત એક રિપોર્ટના વિશ્લેષણ કરતાં હંટર્સ ઇન્ડિયાના હેડ લક્ષ્મીકાંતે 17 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે 56 હજાર આઇટી કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો વારો આવશે, પરંતુ તેનાથી ઉલટાનું અન્ય વ્યવસાય અપનાવવાનો તૈયાર ન હોવાને કારણે આવતા ત્રણ વર્ષોમાં નોકરીમાં ઘટાડો 1.75 લાખ અને 2 લાખ પ્રતિવર્ષ થશે.

  મેકિંજી ઇન્ડિયાના મેનેઝિંગ ડાયરેક્ટર નોશીર કાકાએ કહ્યું હતું કે ઉદ્યોગ માટે મોટો પડકાર આગળ વધવા માટે 50-60 ટકા કાર્યબળને જાળવી રાખવાનો હશે, કારણ કે ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે, આ ઉદ્યોગ 3.9 મિલિયન લોકોને રોજગાર આપે છે અને તેમાંથી વધારે પ્રશિક્ષિત કરવું જોઇએ.

  વર્ષ 2003માં યુઆર રાવ સમિતિએ દેશમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ બજારમાં આવવાથી સરકારને સતર્ક કરી દીધી હતી. જો કે રિપોર્ટની ભલામણને અત્યારસુધી ઔપચારીક રીતે સરકાર દ્વારા અપનાવવાનું બાકી છે.

  AICTEની ઓફિશિયલ વેબસાઇટના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતભરમાં એન્જિનિયરિંગ કોલેજોમાંથી ગ્રેજ્યુએટની ઉપાધી પ્રાપ્ત કરનારાઓમાં 41.36 ટકા વિદ્યાર્થી 2015-16માં નોકરી મેળવી શક્યા, આ આંકડા આશ્ચર્યજનક છે, કારણ કે એ વર્ષે તમામ એન્જિનિયરિંગ કોલેજોમાં પાસ થનારાઓની સંખ્યા 78.67 ટકા હતી.

  એસ્પાયર માઇન્ડ્સના વર્ષ 2016ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં અંદાજે 80 ટકા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ નોકરી કરવા યોગ્ય ન હતા, તેમાંથી મોટાભાગે એન્જિનિયરિંગ સિવાયના વિભાગોમાં નોકરી લેવા અથવા રોજગાર મેળવવા મજબૂર છે.
  Published by:Sanjay Vaghela
  First published: