ફેસબૂકની સ્થાપના કરનાર ઝકરબર્ગને જ છોડવી પડશે કંપની ?

News18 Gujarati
Updated: November 17, 2018, 7:19 PM IST
ફેસબૂકની સ્થાપના કરનાર ઝકરબર્ગને જ છોડવી પડશે કંપની ?
ફેસબૂકમાં રોકણ કરનારી કંપની ટ્રિલિયન એસેજ મેનેજમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જોનસ ક્રોનેએ માર્ક ઝકરબર્ગ રાજીનામું આપે તેવી માગ કરી

ફેસબૂકમાં રોકણ કરનારી કંપની ટ્રિલિયન એસેજ મેનેજમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જોનસ ક્રોનેએ માર્ક ઝકરબર્ગ રાજીનામું આપે તેવી માગ કરી

  • Share this:
યૂઝર્સના ડેટા વેચવાના આરોપ લાગ્યા ત્યારથી ફેસબૂકના સ્થાપક ઝકરબર્ગ પર સતત દબાણ વધી રહ્યું છે, કાયદાકીય તપાસનો સામનો કરી રહેલા ઝકરબર્ગ પર હવે કંપનીમાં રોકાણકારોનું દબાણ વધી રહ્યું છે, બ્રિટિશ સમાચારપત્રમાં દાવો કરાયો કે ફેસબૂકના ચેરમેન અને સીઇઓ માર્ક ઝકરબર્ગ પર રાજીનામું આપવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે ફેસબૂકમાં રોકણ કરનારી કંપની ટ્રિલિયન એસેજ મેનેજમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જોનસ ક્રોનેએ માર્ક ઝકરબર્ગ રાજીનામું આપે તેવી માગ કરી છે. થોડા સમય પહેલા જ ન્યૂયોર્ક ટાઇમ્સનો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે ફેસબૂકે કોમ્પિટિટર કંપનીઓની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને કામ સોંપ્યું હતું.

સમાચારપત્ર જણાવ્યા પ્રમાણે, જોનસનું કહેવું છે કે ફેસબુક એક કંપની છે અને તેના ચેરમેન અને સીઈઓ અલગ-અલગ હોવા જોઈએ. જોકે ડિફાયનર્સ વિવાદ પર ઝકરબર્ગનું કહેવું છે કે તેને તેની સાથી કંપનીના કામની માહિતી ન હતી. તેમણે ગુરૂવારે જણાવ્યું હતું કે ફેસબુક હવે ડિફાયનર્સ સાથેનો કોન્ટ્રાકટ ખત્મ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકે તાજેતરમાં જ બ્રિટનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી નિક ક્લેગને પોલિસી એન્ડ કોમ્યુનિકેશનના ગ્લોબલ હેડ નિમવામાં આવ્યા છે. ઝકરબર્ગના આ નિર્ણયથી કંપનીમાં રોકાણકર્તાઓ રોષે ભરાયા છે.

ફેસબુક ઈન્વેસ્ટર અર્જુન કેપિટનના મેનેજિંગ પાર્ટનર નતાશા લેબે કહ્યું છે કે કંપની ચેરમેન અને સીઈઓનું પદ એક જ વ્યક્તિની પાસે હોવાથી ફેસબુકમાં થનાર સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ નહીં થઈ શકે.તેમણે આરોપ લગાવ્યો કે કંપનીમાં બંને પદો ઝુકરબર્ગની પાસે હોવાથી કંપનીમાં થનારી સમસ્યાઓને માનવાની જગ્યાએ છુપાવવાની કોશિશ કરવામાં આવી. જેનાથી કંપનીને નુકશાન થયું છે.

અગાઉ પણ થયો હતો ઝકરબર્ગને હટાવવાનો પ્રસ્તાવઆ પહેલા ઓક્ટોબરમાં માર્ક ઝકરબર્ગને ચેરમેન પદ પરથી હટાવવા અંગેનો પ્રસ્તાવ પણ દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ટ્રિલયમ એસેટ મેનેજમેન્ટે દાખલ કર્યો છે. જેને ન્યુયોર્ક સિટી કંન્ટ્રોલરના સ્કોટ સ્ટ્રિંજર, પેનેસિલ્વેનિયા સ્ટેટ ટ્રેઝરરના જોએ ટોર્સેલા, ઈલિનિયોસ સ્ટેટ ટ્રેઝરરના માઈકલ ફ્રેરિચ અને રોડ આઈસલેન્ડ સ્ટેટ ટ્રેઝરરના સેઠ મેગેઝિનરને સમર્થન આપ્યું હતું. ઝકરબર્ગને ચેરમેન પદ પરથી હટાવવાના પ્રસ્તાવને મે 2019માં થનારી ફેસબુકના શેર હોલ્ડર્સની વાર્ષિક મિટિંગમાં રજૂ કરવામાં આવશે. જેની પર વોટિંગ બાદ જ નિર્ણય લેવામાં આવશે.
First published: November 17, 2018, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading