ભારતીય સરહદમાં ચીની સૈનિકોએ ઘુસણખોરી કર્યાનો દાવો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં દલાઇ લામાના જન્મદિને મોટા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં લદ્દાખમાંથી પણ લોકો સામેલ હતા. આ દરમિયાન ચીન તરફથી કેટલાક બેનર દેખાડવામાં આવ્યા

News18 Gujarati
Updated: July 12, 2019, 9:18 PM IST
ભારતીય સરહદમાં ચીની સૈનિકોએ ઘુસણખોરી કર્યાનો દાવો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં દલાઇ લામાના જન્મદિને મોટા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં લદ્દાખમાંથી પણ લોકો સામેલ હતા. આ દરમિયાન ચીન તરફથી કેટલાક બેનર દેખાડવામાં આવ્યા
News18 Gujarati
Updated: July 12, 2019, 9:18 PM IST
ડોકલામ વિવાદના બે વર્ષ બાદ ફરીએકવાર ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરીની ખબર સામે આવી છે. જો કે ભારતીય સેનાએ આવા સમાચારોનું ખંડન કર્યું છે. સેનાએ કહ્યું કે લદ્દાખના દામચોક વિસ્તારમાં 6 જુલાઇએ ચીનના લોકોએ લાઇન ઓફ એક્યુઅલ કંટ્રોલ પાર કર્યું નથી.

એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે ચીનની સેનાએ ફરીએક વખત ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પૂર્વ ડેમચોક વિસ્તારમાં 6 કિમી અંદર ઘુસણખોરી કરી અને પોતાનો ધ્વજ પણ લહેરાવ્યો. આ ઘટના ત્યારે થઇ જ્યારે ત્યાં સ્થાનિક નિવાસી તિબ્બત ધર્મગુરુ દલાઇ લામાનો જન્મ દિવસ ઉજવી રહ્યાં હતા. જો કે ભારતીય સેનાએ આ વાતને નકારી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બાળપણના મિત્રએ આપ્યો ડિવિલિયર્સને મોટો દગો, દુનિયાને જણાવ્યું ખોટું !

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લદ્દાખમાં દલાઇ લામાના જન્મદિને મોટા સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં લદ્દાખમાંથી પણ લોકો સામેલ હતા. આ દરમિયાન ચીન તરફથી કેટલાક બેનર દેખાડવામાં આવ્યા હતા. બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન સરહદની સામેની બાજુ અંદાજે 2-3 સિવિલ કાર પહોંચી. જેમાં ચીનના લોકો સવાર હતા. તેઓ એક લાલ રંગના મોટા બેન લઇને આવ્યા હતા. એ બેનરમાં ચીની ભાષામાં Ban all activity to split Tibet લખ્યું હતું. આ બેનર દેખાડનારા લોકો અંદાજે 11 હતા અને તેઓ ત્યાં અંદાજે 40 મિનિટ સધી રોકાયા હતા. જો કે સેનાએ આ વાતની પુષ્ટી કરી નથી.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...