પ્રસિદ્ધ શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ હતા

News18 Gujarati
Updated: August 11, 2020, 6:12 PM IST
પ્રસિદ્ધ શાયર રાહત ઇન્દોરીનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ હતા
લોકપ્રિય શાયર રાહત ઇન્દોરીનું 70 વર્ષની વયે નિધન

મંગળવારે ઇન્દોરમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હૉસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા

  • Share this:
ઇન્દોરઃ દેશના જાણીતા શાયર અને ગીતકાર ડૉ. રાહત ઇન્દોરી (Dr. Rahat Indori)નું હાર્ટ અટેકથી નિધન થયું છે. તેઓ 70 વર્ષના હતા. તેઓ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત પણ થયા હતા. મંગળવારે ઇન્દોરમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થયા બાદ હૉસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને પોતે સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી હતી.

રાહત ઈન્દોરીના પુત્ર અને યુવા શાયર સતલજ રાહતે કહ્યું હતું કે પિતા છેલ્લા ચાર મહિનાથી માત્ર નિયમિત તપાસ માટે જ ઘરની બહાર નીકળતા હતા. તેમને ચાર-પાંચ દિવસથી બેચેની અનુભવાતી હતી. ડોક્ટરોની સલાહ પછી ફેફસાનો એક્સરે કરાવ્યો તો ન્યુમોનિયા હોવાની પુષ્ટિ થઈ હતી. પછીથી તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. રાહતને હાર્ટ અને ડાયાબિટીસ બંને રોગ હતા. તેમના ડોક્ટર રવિ ડોસીએ જણાવ્યું હતું કે બંને ફેફસામાં ન્યુમોનિયા હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ કારણે ICUમાં રાખવામાં આવ્યા હતા.


આ પણ વાંચો - પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

સવારે રાહત ઇન્દોરીએ કર્યું હતું ટ્વિટ

સવારે રાહત ઇન્દોરીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિન્દો હૉસ્પિટલમાં દાખલ છું, દુઆ કરજો કે જલ્દીથી આ બીમારીને હરાવી દઉં. એક વધુ અરજ છે, મને કે ઘરના લોકોને ફોન ન કરો. મારી તબિયતના સમાચાર ટ્વિટર અને ફેસબુક પર આપને મળતા રહેશે.
Published by: Ashish Goyal
First published: August 11, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading