Home /News /national-international /'હું બંને દેશ વચ્ચે મિત્રતાના નવા યુગની શરૂઆત કરવા ઇચ્છુ છું'- મેક્રોન

'હું બંને દેશ વચ્ચે મિત્રતાના નવા યુગની શરૂઆત કરવા ઇચ્છુ છું'- મેક્રોન

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાનુઅલ મેક્રોન ચાર દિવસની યાત્રા પર ભારત આવી પહોચ્યા છે. મેક્રોન સાથે તેમની પત્નિ બ્રિગિત મેરી ક્લાઉડ મેક્રો છે અને આ સાથે જ તેમના મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ આવી પહોચ્યાં છે. ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમાનુઅલ મેક્રોન અને તેની પત્ની સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોચ્યા હતા. અને ગળે મળીને તેઓનું સ્વાગત કર્યું હતું.

મેક્રોનની આ યાત્રા દરમિયાન બંને દેશો અલગ અલગ ક્ષેત્રો, ખાસ કરીને સમુદ્રી સુરક્ષા અને આતંકવાદનો ખાતમો કરવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા દરમિયાન ફ્રાંસના સહયોગથી બની રહેલા જૈતાપુર(મહારાષ્ટ્ર) પરમાણુ વિજળી સંયંત્રને લઈને પણ હસ્તાક્ષર થાય તેવી આશા છે.

મેક્રોનની આ ચાર દિવસીય મુલાકાત દરમિયાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં મેક્રોનની મહેમાનગતિ કરશે. તેઓ મેક્રોને હોડીથી ગંગાની સફર કરાવશે તેમજ વિવિધ ઘાટ દેખાડશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગેની તૈયારીની સમીક્ષા કરી છે. મેક્રોન જાપાનના પીએમ શિંઝો આબે બાદ વારાણસી આવનારાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે.



ચાર દિવસીય યાત્રા પર એક નજર કરીએ :
શુક્રવાર: સાંજે દિલ્લી એરપોર્ટ પર પીએમ મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને દિલ્લીમાં જ રાત્રી રોકાણ કર્યું



શનિવાર: રાષ્ટ્રપતિ ભવનમાં મેક્રોનનું આજે સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન મેક્રોને ગાર્ડ ઓફ ઓનરનું નિરક્ષણ કર્યું દિલ્લીમાં દ્રિપક્ષીય વાતચીત કરવામાં આવશે. તો આ સાથે જ મોદી અને મેક્રોન વચ્ચેની મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાંસ વચ્ચે સુરક્ષા, સ્પેસ, ઉર્જા, રક્ષા સહિતના મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા સાથે જોડાયેલી સંરક્ષણ અંગેની સમજૂતીઓ પણ થઈ શકે છે.


મેક્રોનએ આ મુલાકાત દરમિયાન કહ્યું કે, 'હું બંને દેશ વચ્ચે મિત્રતાના નવા યુગની શરૂઆત કરવા માગુ છું. ખાસ કરીને રક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં... ફ્રાંસ યૂરોપનું પ્રવેશ દ્વાર છે. અમે ભારતના સારા એવા સાથી બનાવા માગીએ છીએ.'



રવિવાર: મેક્રોન અને મોદી આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધનની પહેલી સમિટનું ઈનોગ્રેશન કરશે. જેની થીમ જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ છે. આ સમિટ રાષ્ટ્રપતિ ભવનમાં થશે. જેમાં 21 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને ચાર દેશોના વડાપ્રધાન ઉપરાંત 125 દેશોના રિપ્રેઝેન્ટેટિવ ભાગ લેશે.

સોમવારઃ મેક્રો ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના દાદર કાલા ગામમાં 75 મેગાવટોના સોલર પ્લાન્ટનું ઈનોગ્રેશન કરશે. તે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તૈયાર થયેલાં દીનદયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની પણ મુલાકાત કરશે.

ફ્રાંસના મીડિયાના જણાવ્યા મુજબ મેક્રોન ભારતને 100થી 150 રફાલ એરક્રાફ્ટ વેચવા માગે છે. સ્કોર્પિન ક્લાસની સબમરીન આપવાની પણ ઈચ્છા છે. અને તેથી તેમની સાથે ફ્રાંસના ટોપના ડિફેન્સ ફર્મના CEO આવ્યાં છે. જેમાં ડસાલ્ટ એવિએશન, નાવેલ, થેલ્સ જેવી કંપનીઓ સામેલ છે. 5મી પેઢીના પ્લેન બનાવવા અંગેના પણ કરાર થઈ શકે છે.
First published:

Tags: France, Narenda Modi, એમઓયુ, મોદી