ઓમર અબ્દુલાએ કહ્યું - આર્ટિકલ 370 અને 35A હટાવવી જમ્મુ કાશ્મીર માટે સૌથી મોટી ભૂલ

ઓમર અબ્દુલાએ કહ્યું - આર્ટિકલ 370 અને 35A હટાવવી જમ્મુ કાશ્મીર માટે સૌથી મોટી ભૂલ
ઓમર અબ્દુલાએ કહ્યું - આર્ટિકલ 370 અને 35A હટાવવી જમ્મુ કાશ્મીર માટે સૌથી મોટી ભૂલ

નેશનલ કોન્ફ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ શુક્રવારે આર્ટિકલ 370 અને 35Aને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો

  • Share this:
    શ્રીનગર : નેશનલ કોન્ફ્રેસના નેતા (National Conference)અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ શુક્રવારે આર્ટિકલ 370 અને 35Aને (Article 370 & 35A) લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે બીજેપીનું નામ લીધા વગર કહ્યું કે આ જમ્મુ કાશ્મીર માટે ઉઠાવેલ સૌથી ખોટુ પગલું છે અને સૌથી મોટી ભૂલ છે. એક દિવસ પહેલા પણ અબ્દુલ્લાએ ટ્વિટ દ્વારા પોતાની અટકાયતનો ઉલ્લેખ કરીને રુલિંગ પાર્ટી પર આરોપ લગાવ્યો હતો.

    કાર્યક્રમ દરમિયાન ઓમર અબ્દુલાએ કહ્યું કે તે કહેતા હતા કે આર્ટિકલ 370 અને 35-એ હટાવવાથી ભારતીય પ્રશાસનથી અલગ રહેલા લોકો પુરી રીતે દેશની સાથે સામેલ થઈ જશે. જોકે તેમને એ વિશ્વાસ સાથે કહેવા માંગીશ કે આમ કરવાથી લોકો પહેલા કરતા પણ વધારે અલગ થલગ થઈ ગયા છીએ. આર્ટિકલ 370 હટાવ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાને નજરબંધ કરવામાં આવ્યા હતા. તેમની સાથે નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલાને પણ નજરબંધ કરાયા હતા.



    આ પણ વાંચો - IPL 2020: આ વર્ષે કોણે ફટકારી છે સૌથી વધારે સિક્સર, કોના છે સૌથી વધારે રન, જુઓ ખાસ રેકોર્ડ્સ

    સંબોધન દરમિયાન ક્ષેત્રમાં વિકાસ કાર્યો ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. ઓમરે કહ્યું હતું કે ક્યાં છે વિકાસ કાર્ય? આવા કામો શરૂ થવા માટે એક વર્ષ ત્રણ મહિનાનો સમય ઘણો હોય છે. અમે હંમેશા એમ જ કહીશું કે તે ખોટી ધારણામાં ન રહે કે આર્ટિકલ 370 અને 35-એ હટાવવો બધી પરેશાનીઓ દૂર કરી દેશે. આ જમ્મુ કાશ્મીર માટે ઉઠાવેલ સૌથી ખોટું પગલું છે. આપણે આપણી જમીનો ઉપર પણ સુરક્ષિત નથી.

    કાર્યક્રમ દરમિયાન ફારુક અબ્દુલાએ કહ્યું કે જો જમ્મુ કાશ્મીર પાકિસ્તાન જવા માંગતું હોત તો તેણે આ 1947માં જ કરી લીધું હોત. કોઈ તેમને રોકી શકતા ન હતા. આપણો દેશ મહાત્મા ગાંધીનો દેશ છે, બીજેપીનું ભારત નથી.
    Published by:Ashish Goyal
    First published:November 06, 2020, 21:04 pm