નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સામેની લડાઇમાં રેમડેસિવીરને ખાસ કરીને તે વયસ્ક દર્દીઓ માટે મહત્વપૂર્ણ એન્ટી વાયરલ દવા માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જટિલતાઓનો સામનો કરી રહ્યા છે.
ભારત સરકારે રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી રેમડેસિવીર ઇન્જેક્શન અને રેમડેસિવીર એક્વિટ ફાર્માસ્યૂટિકલ ઇંગ્રેડિએંટ્સના (API)નિકાસ પર પ્રતિબંધ લગવવામાં આવે છે.
સરકારે કહ્યું કે આવનાર સમયમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધવાની પૂરી સંભાવના છે અને આ માટે ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેન્ટ રેમડેસિવીરનું ઉત્પાદન વધારવા માટે ઘરેલું નિર્માતા કંપનીઓની સાથે સંપર્કમાં છીએ.
કોરોના દર્દી માટે રેમડેસિવીર ઇન્જેક્શનની ઘણી માંગ છે. અમદાવાદમાં આ ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઇનો લાગે છે. રવિવાર ઝાયડસ (Zydus) ખાતે રેમડેસિવીર ઈન્જેકશન (remdesivir injection) આપવાના શરૂ કરતા કોરોનાના (corona) દર્દીઓના પરિવારે વહેલી સવારથી જ લાંબી લાઇનો લગાવે છે. સવારે દસ વાગ્યા સુધીમાં તો ઝાયડસની બહાર આશરે બે કિલોમીટર સુધીની લાંબી કતાર જોવા મળી હતી. છેલ્લા એક સપ્તાહથી રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે ઝાયડ્સ હોસ્પિટલની બહાર લાંબી કતારો લાગે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર