સેના પ્રમુખ એમએમ નરવણેએ કાશ્મીરમાં સૈનિકોને કહ્યું - કોઈપણ પડકાર માટે તૈયાર રહે

News18 Gujarati
Updated: February 26, 2020, 11:14 PM IST
સેના પ્રમુખ એમએમ નરવણેએ કાશ્મીરમાં સૈનિકોને કહ્યું - કોઈપણ પડકાર માટે તૈયાર રહે
સેના પ્રમુખ એમએમ નરવણેએ કાશ્મીરમાં સૈનિકોને કહ્યું - કોઈપણ પડકાર માટે તૈયાર રહે (File Photo)

સેના પ્રમુખ બન્યા પછી પ્રથમ વખત કાશ્મીર પ્રવાસે પહોંચેલા જનરલ નરવણેએ નિયંત્રણ રેખા પાસે સુરક્ષા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

  • Share this:
શ્રીનગર : સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે (Army Chief General MM Narvane)એ બુધવારે કાશ્મીર ઘાટીમાં નિયંત્રણ રેખા પાસે રહેલા સૈનિકોને સતર્ક રહેવા અને સુરક્ષાના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના પ્રમુખ બન્યા પછી મંગળવારે પ્રથમ વખત કાશ્મીર પ્રવાસે પહોંચેલા જનરલ નરવણેએ નિયંત્રણ રેખા પાસે સુરક્ષા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર સ્થિતિ, સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, આપણી જવાબી કાર્યવાહી અને સંચાલન તૈયારીઓ વિશે સ્થાનીય કમાન્ડરોએ સેના પ્રમુખને જાણકારી આપી હતી.

સેના પ્રમુખની સાથે સેનાના ઉત્તરી કમાનના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશી અને ચિનાર કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોન (KJS Dhillon)પણ હતા. તેમણે સૈનિકોને કહ્યું છે કે કોઈપણ સ્થિતિથી નિપટવા માટે સર્તક રહે અને સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે દરેક સમયે તૈયાર રહે.

આ પણ વાંચો - દિલ્હી હિંસામાં 25 લોકોના મોત, CM કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

સેના પ્રમુખને આ પહેલા ચિનાર કોરના કમાન્ડરે બાદામી બાગ કેન્ટમાં નિયંત્રણ રેખા અને દુરવર્તી ક્ષેત્રોના વિસ્તારોની સ્થિતિથી માહિતગાર કરાયા હતા. જનરલ નરવણેએ જમ્મુ કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા બળો સાથે વાતચીત કરી હતી.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर