પુલવામા આતંકી હુમલા અંગે કોઇ રાજનીતિ ન કરે : મોરારિબાપુ

News18 Gujarati
Updated: February 15, 2019, 2:37 PM IST
પુલવામા આતંકી હુમલા અંગે કોઇ રાજનીતિ ન કરે : મોરારિબાપુ
કથાકાર મોરારિબાપુ

રામાયણ કથાકાર મોરારિબાપુએ પણ શહિદોને શ્રદ્ધાંજલિ આપી

  • Share this:
મહુવા: જમ્મૂ-કશ્મિરનાં પુલવામામાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ (CRPF)નાં 37 જવાનો શહિદ થયા છે અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ હુમલા માટે જૈસ-એ-મોહમંદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી છે.

આ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. લોકો શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે.

રામાયણ કથાકાર મોરારિબાપુએ પણ શહિદોને શ્રદ્ધાજંલિ આપી અને કહ્યું કે, “ગઇકાલે કાશ્મીરમાં આતંકવાદીઓએ આપણા જવાનો પર જે કાયરતા અને ક્રુરતાપૂર્ણ હુમલો કર્યો અને એમાં આપણા જે જવાનો શહિદ થયા એની મને એક સાધુ તરીકે બહુ જ પીડા છે. તે તમામ શહીદ જવાનોને મારા હ્રદયની પુરી શ્રદ્ધાંજલિ અને તેમની શહિદીને સલામ. એમના પરિવારજનોને મારી ઊંડી સંવેદના અને દિલસોજી પાઠવું છું. આવા સંકટનાં સમયે આખો દેશ અને રાજનૈતિક પક્ષો એક બનીને ઉભા રહીએ અને આવી બાબતમાં કોઇ રાજનીતિ ન કરે તેવી એક સાધુ તરીકે વિનંતી કરુ છુ”.આ પણ વાંચો: હુમલાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદે આપી હતી વૉર્નિંગ, વર્ષથી ચાલતી હતી તૈયારી

આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલયમાં યોજાનાર આ અગત્યની બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી હાજર રહ્યા. આ બેઠકમાં NSA (નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર) અને NSC (નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ)ના સભ્યો પણ ભાગ લીધો હતો.
First published: February 15, 2019, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading