ઈસાઈઓના પવિત્ર ગ્રંથ બાઈબલમાં કેટલીય જગ્યાઓનો ઉલ્લેખ છે. જેમાંથી એક પૂલ ઓફ સિલોમ (Pool of Siloam).હવે તે સામાન્ય લોકો માટે ખોલવામાં આવી રહ્યું છે. વિતેલા 2000 વર્ષમાં તે પહેલો અવસર છએ, જ્યારે ત્યાં સામાન્ય લોકો પણ જઈ શકશે. આ જગ્યાના ખોદકામ માટે કરોડો રૂપિયાના બજેટની મંજૂરી મળી ગઈ છે. આ જગ્યા પ્રત્યે યહૂદી અને ઈસાઈ બંને ધર્મના લોકોને ખૂબ આસ્થા છે.
ઈઝરાયલમાં આવેલ આ જગ્યા વિશે દાવો કરવામાં આવ્યો છે કે, અહીં પ્રભુ ઈસામસીહે જન્મજાત દ્રષ્ટિહીન વ્યક્તિઓને સાજા કર્યા હતા. આ સાઈટ આજથી લગભગ 2700 વર્ષ પહેલા જેરુસલમ વોટર સિસ્ટમ અંતર્ગત બનાવામાં આવી હતી. હાલમાં આ જગ્યા પર ખોદકામ ચાલી રહ્યું છે. એક વાર અહીં તમામ કામ પુરુ થઈ જાય પછી આ જગ્યામાં લોકોને જવા મળશે. તો વળી આ જગ્યાનો પુલવાળો નાનો ભાગ પણ ખોલી દેવામાં આવશે. જો કે, આ જગ્યાને સારી રીતે ખોદકામ કરવામાં થોડાક વર્ષો લાગી શકે છે.
ઈઝરાયલની નજીક ત્રણ વર્ષ પહેલા આ ધાર્મિક જગ્યાના ખોદકામ માટે 800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી આપી હતી. આ જગ્યા વિશે વર્ષ 2004માં ખબર પડી, જ્યારે અહીં એક મજૂર દુર્ઘટના બાદ તૂટેલા પાઈપને ઠીક કરી રહ્યો હતો.
પૂલ ઓફ સિલમોથી પસાર થઈને તીર્થયાત્રી જૂના યહૂદી મંદિર સુધી જઈ શકશે. કહેવાય છે કે, આ મંદિર સુધી પહોંચવા માટે પ્રભુ ઈસામસીહે પણ ઉપયોગ કર્યો હતો. પૂલ ઓફ સિલોમ ખોલવાનો નિર્ણય ઈઝરાયલ એંટિક્સ અથોરિટી, ઈઝરાયલ નેશનલ પાર્ક અથોરિટી સિટી ઓફ ડેવિડ ફાઉંડેશને નવા વર્ષ પહેલા કર્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર