રાહત પેકેજ: ખેડૂત સંગઠન અને ખેતી સાથે જોડાયેલા કામો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત

News18 Gujarati
Updated: May 15, 2020, 5:38 PM IST
રાહત પેકેજ: ખેડૂત સંગઠન અને ખેતી સાથે જોડાયેલા કામો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત
ફાઈલ તસવીર

પશુપાલાનના પાયાના માળખાને સુધારવા માટે વિકાસ ફંડ બનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના અનેક વિસ્તારોમાં દૂધનું ઉત્પાદન વધારે છે ત્યાં ખાનગી રોકાણનો વિકલ્પ છે. આ માળકામાં વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister of India)એ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજના (Relief package) ત્રીજા તબક્કાની વિસ્તૃત માહિતી આપી હતી. પશુપાલાનના પાયાના માળખાને સુધારવા માટે વિકાસ ફંડ બનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના અનેક વિસ્તારોમાં દૂધનું ઉત્પાદન વધારે છે ત્યાં ખાનગી રોકાણનો વિકલ્પ છે. આ માળકામાં વિકાસ માટે 15,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે.

ભારતમાં સૌથી વધારે પશુ અને પશુપાલક છે. 53 કરોડ પશુઓના રસીકરણની યોજના લાવવામાં આવી છે. જેના માટે 13,343 કરોડ રૂપિયા ખર્ચ થશે. જેનાથી પશુઓને તેમની અનેક બીમારીઓથી મૂક્તી મળશે. જેનાથી આપણા ફૂટ પ્રોડક્ટની માંગ પણ વધશે. દૂધનું પણ ઉત્પાદન વધશે. અત્યાર સુધી 1.5 કરોડ ગાય અને ભેંસને વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ-ચેતવણી! આગામી છ મહિનામાં વિશ્વમાં 12 લાખ બાળકોના થશે મોત, કોરોના નહીં પણ આ બનશે કારણ

પ્રધાનમંત્રી મત્સ સંપદા યોજના માટે 20,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખામીઓને દૂર કરવામાં આવી છે. 11,000 કરોડ રૂપિયા સમુદ્રી અને અંતરદેશીય મત્સપાલન, 9000 કરોડ રૂપિયા કોલ્ડ ચેન માટે આપ્યા છે. જેનાથી માછલી ઉત્પાદન 70 લાખ ટન આગામી 5 વર્ષમાં થશે. 55 લાખ લોકોને રોજગાર મળશે.

આ પણ વાંચોઃ-ગરીબની મજબૂરી! 15 દિવસ ભૂખે તડપતા રહ્યા બાળકો, સહન ન થતાં મજૂર પિતાએ ફાંસો ખાધો

આવક વધારવા માટે મળશે એક લાખ કરોડ રૂપિયાખેડૂત નિકાસમાં મદદ કરે છે પરંતુ ભંડારણની અછત અને સંવર્ધન માટે એક લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. જેમાં ભાવ વધારવામાં મદદ મળશે. ખેડૂતોની આવક વધશે. 1 લાખ કરોડ રૂપિયા એગ્રીગેટર્સ, FPO, ફોર્મર પ્રોડ્યૂસરને આપવામાં આવશે જેનાથી ગોડાઉન, સ્ટોરેજ સેક્ટર બનાવવામાં ઉપયોગમાં લેવાશે.

નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 2 મહિનામાં ખેડૂતોની સહાયતા માટે 74300 કરોડ રૂપિયાની ખરીદી એમએસપી ઉપર થઈ. 18700 કરોડ રૂપિયા પીએમ ખેડૂત ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 6400 કરોડ પાક વીમા યોજનાનો ક્લેમ કરવામાં આવે છે. સીતારમણે (Nirmala sitharaman) વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન એવી જોગવાઈ કરવામાં આવી છે જેનાથી રવિ પાકની કાપણી કરી શકાશે. આ સાથે સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવેશે.

છેલ્લા બે મહિનામાં લોકડાઉન દરમિયાન કૃષિને સરકારે સંપૂર્ણ પણે સપોર્ટ કર્યો છે. સીતારમણે કહ્યું કે દેશની મોટાભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. એટલા માટે એ સેક્ટર ઉપર ફોકસ કરવો જરૂરી છે. ખેતી અને તેની સાથે જોડાયેલા કામકાજ માટે આજે પેકેજ રજૂ કર્યું છે.

કૃષી સેક્ટર માટે 11 ઉપાયોની જાહેરતા
નાણામંત્રીએ કહ્યુંકે ભારત દાળ, દૂધ સૌથી વધારે ઉત્પાદક દેશ છે. નાના અને મધ્યમ ખેડૂતો પાસે 85 ટકા ખેતી છે. આજે 11 ઉપાયોની જાહેરાત કરી છે. આ પહેલા કેન્દ્ર સરકારે ડિસ્કોમ્સ અને ગેર બેન્કિંગ નાણાંકિય કંપનીઓ માટે લિક્વિડિટીની જાહેરાત કરી હતી.
First published: May 15, 2020, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading