Home /News /national-international /

Ukraine Crisis : યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત, વગર પરીક્ષાએ મળશે MBBSની ડિગ્રી

Ukraine Crisis : યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત, વગર પરીક્ષાએ મળશે MBBSની ડિગ્રી

યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત, વગર પરીક્ષાએ મળશે MBBSની ડિગ્રી

Russia-Ukraine War: યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના MBBSની ડિગ્રી મળશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવી પડે છે.

વધુ જુઓ ...
    યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પાછા ફરશે તે વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ આ દરમિયાન ત્યાં ભણતા MBBSના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

    અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને આ પરીક્ષા વિના MBBSની ડિગ્રી મળશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં મેડિસિન અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવી પડે છે. આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવ્યું છે. તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લા એટલે કે ચોથા વર્ષમાં KROK-2માં પાસ થવાનું હોય છે. તે પછી જ તેમને અંતિમ ડિગ્રી આપવામાં આવે છે.

    આ પણ વાંચો - Ukraine War : રશિયા પ્રત્યે ભારતના વલણને લઇને જો બાયડેને વ્યક્ત કરી નારાજગી, કહી આ વાત

    KROK પરીક્ષા રદ થઈ


    યુક્રેનની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર, KROK-1 આવતા વર્ષ સુધી રદ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષ માટે KROK-2 રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થીની સુધાજ્યોતિ સિંઘાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. તેણે અખબારને કહ્યું, 'બંગાળમાં કુલ 13 વિદ્યાર્થીઓ છે. રાજ્ય સરકારે અમને પહેલાથી જ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરાવવાનું વચન આપ્યું છે.

    આ પણ વાંચો - India-China Relations: જ્યાં સુધી લદ્દાખ ક્ષેત્રમાં શાંતિ નહીં થાય ત્યાં સુધી બેઇજિંગ સાથેના સંબંધો સામાન્ય ન હોઈ શકે: ભારત

    20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફર્યા


    તમને જણાવી દઈએ કે મંગળવારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે રશિયન આક્રમકતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું સૌથી પડકારજનક કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ, 20,000 થી વધુ ભારતીય નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Indian Students in Ukraine, Russia and Ukraine War, Russia Ukraine

    આગામી સમાચાર