હવે પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી જરૂરી નથી - સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: June 26, 2020, 4:15 PM IST
હવે પ્લેનમાં વચ્ચેની સીટ ખાલી રાખવી જરૂરી નથી - સુપ્રીમ કોર્ટ
પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધી ગાઇડલાઇન મુજબ વચ્ચેની સીટ ખાલી રાખવાનું કહેવામાં આવ્યું હતું.

  • Share this:
એરલાઇન્સ કંપનીઓ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે એરલાઇન્સ કંપનીઓને વચ્ચેની સીટ ખાલી રાખવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના આ આદેશને યોગ્ય રાખ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મહામારીના કારણે યાત્રીઓને સુરક્ષા અને સ્વાસ્થયના પર્યાપ્ત ઉપાય કરવા જોઇએ. જસ્ટિસ સંજય કિશન કૌલ અને ભૂષણ ગવઇએ સુપ્રીમ કોર્ટની બેંચને એર ઇન્ડિયા અને અન્ય તમામ ઘરેલૂ એરલાઇન્સના મધ્ય સીટ ખાલી રાખવાનો બોમ્બે હાઇકોર્ટના આદેશ બરતરફ કર્યો છે.

પાયલટે 31મે ઘોષિત વિમાન નિયમનકાર (DGCA)ના નિર્ણયના વિરુદ્ધ વિશેષ અવકાશ અરજી દાખલ કરી હતી. જેમાં એરલાઇન્સને મધ્યની સીટો વેચવાની અનુમતિ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગાઇડલાઇન મુજબ વચ્ચેની સીટ ખાલી રાખવાનું કહેવામાં આવ્યું હતું. જો તે સંભવના હોય તો વચ્ચેની સીટ વાળા યાત્રીને Wrap around Gown આપવામાં આવશે. જો કે એક જ પરિવારના લોકો એક સાથે બેઠા હોય તો તે વચ્ચેની સીટનો ઉપયોગ કરી શકે છે. વળી તમામ યાત્રીઓને એરલાઇન્સ સુરક્ષા કિટ પણ આપવાની રહેતી હતી. જેમાં માસ્ક, ફેસ શીસ્ડ, સૈનિટાઇઝર સામેલ હતા.

વધુ વાંચો : CBSE તરફથી બોર્ડ પરીક્ષાને લઈને નોટિફિકેશન જાહેર, જાણો નવું અપડેટ

જો કે જાણકારોનું માનવું છે કે વિન્ડો સીટ સૌથી વધુ સુરક્ષિત હોય છે. કારણ કે ત્યાંથી લોકો ઓછામાં ઓછી વાર ઉઠે છે. આ મામલે ફ્લાઇ હેલ્થી રિસર્ચ ટીમ એક જાણકારી આપી હતી. કે વિન્ડો સીટ પર બેસતા યાત્રીને સંક્રમણનો ડર સૌથી ઓછો હોય છે. તે વોશરૂમ જતા આવતા લોકોના સૌથી ઓછા સંપર્કમાં આવે છે.
વધુમાં અનકોલ 2ની નવી પ્રક્રિયા મુજબ ટૂંક સમયમાં સરકાર દ્વારા ફ્લાઇટોની ઉડાન માટે નવી ગાઇડલાઇન્સ બહાર પડવાની છે.
First published: June 26, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading