રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને નિપ્પોન લાઇફ બોર્ડ પર આવવાથી ફાયદો થશે

પ્રતિકાત્મક તસવીર

RNAM હાલમા નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને રિલાયન્સ કેપિટલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં બન્ને ભાગીદારો કંપનીમાં 42.88 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે.

 • Share this:
  રિલાયન્સ મ્યુચ્યુએલ ફંડનાં રોકાણકારોને નિપ્પોન લાઇફ બોર્જ પર આવવાથી ફાયદો જાપાનની નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ તાજેતરમાં જ રિલાયન્સ કેપિટલ સાથે તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ રિલાયન્સ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ લિમીટેડ (RNAM)માં રિલાયન્સ કેપિટલના પ્રવર્તમાન હિસ્સાને ખરીદીને પોતાનો હિસ્સો 75 ટકા સુધી વધારવા માટે એક બંધનકર્તા કરાર (બાઇન્ડીંગ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે.

  RNAM હાલમા નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને રિલાયન્સ કેપિટલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં બન્ને ભાગીદારો કંપનીમાં 42.88 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. એક વખત આ એમએન્ડએ સોદો થઇ જાય તે પછી RNAM જાપાનીઝ કંપનીની પેટાકંપની બની જશે અને રિલાયન્સ કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી બહાર નીકળી જશે. આ સોદો ભારતમાં નાણાંકીય સેવામાં થતા અનેક મોટા વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ)માંનો મોટો સોદો છે.

  નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ છેલ્લા 7 વર્ષથી RNAMમાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે રહી છે. નિપ્પોન લાઇફે 2012માં 290 મિલીયન ડોલરનું સૌપ્રથમ રોકાણ કર્યું હતું અને RNAMમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો હતો. ત્યાર બાદ 2014 અને 2015માં એમ બે તબક્કાઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સે RNAMમાં પોતાના હિસ્સાનું સ્તર વધારીને પ્રવર્તમાન સ્તર સુધી કર્યું છે. આરનામે ઓક્ટોબર 2017માં પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) બહાર પાડી હતી. આ આઇપીઓ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં સૌપ્રથમ હતો અને અત્યંત સફળ રહ્યો હતો (જે 80 ગણો વધુ ભરાયો હતો).

   નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ શું છે ?

  • નિપ્પોન લાઇફ એ નાણાંકીય ક્ષેત્રેની માંધાતા કંપની છે જે વિશ્વમાં ઇન્સ્યોરન્સ અને એસેટ મેનેજમેન્ટમાં હિત ધરાવે છે.

  • નિપ્પોન લાઇફ ફોર્ચ્યુન 500માં સમાવિષ્ટ કંપની છે અને 49 લાખ કરોડ ભંડોળનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરે છે  (ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ કરતા બમણું કદ) જે રિલાયન્સ એડીએજી કરતા વધુ સૂઝવાળી હોવાનું મનાય છે..

  • નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ 130 વર્ષ જૂની કંપની છે અને જાપાનમાં સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની છે, જે 700 અબજ ડોલરની મિલકતનું સંચાલન કરે છે. નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સની આવક 70 અબજ ડોલરની અને કામગીરી નફો 6.8 અબજ ડોલર થવા જાય છે.

  • નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ ખાનગી લાઇફ ઇન્સ્યોરન્સ કરતા મહત્તમ બજાર હિસ્સો ધરાવે છે, તેમજ 70,000 જેટલા કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે અને વિશ્વમાં 14 મિલીયન જેટલા ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા સંચાલન કરવામાં આવતી કુલ મિલકતો ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઉદ્યોગની કદ કરતા બમણું છે. હવે એ જોઇએ કે મ્ચુય્યુઅલ ફંડ બિઝનેસ કે જે રિલાયન્સ જૂથ દ્વારા વેચવામાં આવે છે તેની રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણકારોના રોકાણ પર શું અસર પડશે?

  • કંઇ પણ હોય, હવે રિલાયન્સ એમએફ સ્કીમમાં રોકાણ કરવું એટલા માટે વધુ સારુ છે કે ફંડ મેનેજર્સ, સ્કીમના હેતુઓ અને બિઝનેસ માળખું બદલાશે નહી.

  • મ્યુચ્યુઅલ ફંડઝનું સેબી એમએફ રેગ્યુલેશન્સ 1996 દ્વારા નિયમન કરવામાં આવે છે. તેમાં 3 ટાયર માળખાનું નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે, જેમાં સ્પોન્સર્સ (તેમને એએમસીના પરિબળો ગણતા), ટ્રસ્ટી અને એએમસીનો સમાવેશ થાય છે.

  • સ્પોન્સરે લાયકાતની શરતોને પરિપૂર્ણ કરવી જોઇએ, જેમ કે નાણાંકીય સેવાનો બિઝનેસ છેલ્લા 5 વર્ષથી હોવો જોઇએ, છેલ્લા 3 વર્ષમાં નફો કરેલો હોવો જોઇએ અને દરેક 5 વર્ષમાં સકારાત્મક નેટવર્થ હોવી જોઇએ. તેમણે ઓછામાં ઓછુ 40 ટકા જેટલા ભંડોળનું એમએસીની નેટવર્થમાં યોગદાન આપેલુ હોવું જોઇએ. સ્પોન્સર વિશ્વસનીયતા/ગવર્નન્સ વિશે સારો ભૂતકાળ ધરાવતો હોવો જોઇએ.

  • ટ્રસ્ટીઓએ ન્યાસની ક્ષમતામાં મ્યુચ્યુઅલ ફંડ યુનિટ હોલ્ડર્સના હિતનું રક્ષણ કરવું જોઇએ અને એએમસી સેબીના નિયમનોનું પાલન કરતી હોય તેની ખાતરી રાખવી જોઇએ. ખાસ કરીને સ્પોન્સર દ્વારા એક અલગ ટ્રસ્ટની રચના કરવામાં આવતી હોય છે (જેમાં ઓછામાં ઓછા 2/3 સ્વતંત્ર ડિરેક્ટર્સ હોવા જોઇએ), જે રોકાણકારોના રોકેલા નાણાં દ્વારા ખરીદવામાં આવેલ મિલકતો ધરાવે છે. તેઓ દર છ મહિને એએમસીની પ્રવૃત્તિઓ અંગે સેબીનો પોતાનો અહેવાલ આપે છે અને રોકાણકારોના હિત અંગે રેગ્યુલેટરને જવાબ આપવા બંધાયેલા છે.
  એએમસી ટ્રસ્ટના ઇન્વેસ્ટમેન્ટ મેનેજરો હોય છે.

  • 3 ડિરેક્ટર્સ તેમના કાર્યો કરવામાં સ્વતંત્રતા ધરાવતા હોવા જોઇએ; જેને ઘણી વખત આર્મ્સ-લેન્થ રિલેશનશિપ તરીકે સંબોધવામાં આવે છે.
  એક ઉદાહરણ તરીકે આઇસીઆઇસીઆઇ બેન્ક અને પ્રુડેન્શિયલ પીએલસી આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ સ્કીમના સ્પોન્સર્સ છે.
  ઉપરોક્ત વિગતો જોતા આ એએમસીની એમએફ સ્કીમ્સને અન્ય એએમસી અથવા અન્ય એએમસી ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી હોવાનો કેસ છે. તેનો ગર્ભિત અર્થ એવો થાય કે જૂની સ્કીમો હજુ પણ ચાલુ છે અને તેના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બદલાઇ ગયા છે (ઉદા. તરીકે ઝૂરિચ એમએફ સ્કીમ્સ એસેટ્સને એચડીએફસી એમએફ દ્વારા ખરીદવામાં આવી હતી) અને રોકાણકારોએ આ મોરચે કોઇ પણ ચિંતા કરવાની જરૂર નથી.

  રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં માલિકીપણામાં ફેરફાર રોકાણકારોને કેવી રીતે ફાયદાકારક છે?

  • નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કું ફોર્ચ્યુન 500 માંધાતા કંપનીઓમાંની એક અને 130 વર્ષની સફળતા ધરાવે છે, જે જો જોખમો અને ધિરાણ સંચાલનની પ્રક્રિયાઓને તેમજ કોર્પોરેટ ગવર્નન્સને પણ મજબૂત બનાવશે.

  • તે તંદુરસ્ત માર્કેટ જાણકારી અને અદ્યતન સંશોધન કે જેના માટે આરએમએફ વખણાય છે તેની કામગીરીમાં સાતત્યતા અને ટકાઉતાનો ઉમેરો કરશે.

  • ફંડને વધુમાં નિપ્પોન લાઇફી જાપાનમાં અગ્રણીયતાનો વિસ્તરિત એયુએમ બેઝનો ફાયદો મળશે, તેમજ તેના વૈશ્વિક સંબંધો અને શ્રેષ્ઠ નીતિઓનો પણ લાભ મળશે. તેની સામે ભારતમાં મૂડી પ્રવાહમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થશે. તેની રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના શેરહોલ્ડર્સ પર કેવી રીતે અસર થાય છે?

  •નિપ્પોન લાઇફ પ્રમોટર તરીકે પરંપરાગત ખાતરી અને નાણાંકીય તંદુરસ્તી લાવે છે.

  • 48 દેશોની આસપાસ તેની મિલકત સંચાલન કામગીરી સાથે અને ઇન્સ્યોરન્સ સંબંધિત કામગીરીમાં વિશ્વભરમાં હાજરી સાથે નિપ્પોન લાઇન વિશ્વભરના રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આકર્ષશે અને આરએમએફની મિલકત સંચાલન ક્ષમતાઓનો આંતરરાષ્ટ્રીય બજારોમાં લાભ ઉઠાવવામાં પણ સક્ષમ બનશે. અમે  ન્યૂઝ18 માનીએ છીએ કે નિપ્પોન લાઇફ ઇન્સયોરન્સ અને રિલાયન્સ કેપિટલ વચ્ચે RNAM સોદો દરેક હિસ્સાધારકો માટે ફાયદારાકારક છે એટલે કે શેરહોલ્ડર્સ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને અત્યંત અગત્યના એવા ગ્રાહકો (રોકાણકારો) માટે પણ. નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સે RNAMની પ્રવર્તમાન સંચાલન ટીમ પર વિશ્વાસ મુક્યો છે જે સુંદીપ સિક્કાના નેજા હેઠળ ચાલે છે અને તેમના દ્વારા જ ભવિષ્યમાં પણ બિઝનેસ ચલાવવામાં આવે તેવી આશા સેવે છે. સંચાલનની સાતત્યતાની દ્રષ્ટિએ તેમાં કોઇ અંતરાય આવે તેમ લાગતુ નથી. રોકાણકારો માટે તો તે સામાન્ય રીતે ચાલતો એક બિઝનેસ જ હશે.

  સીઇઓ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુંદીપ સિક્કાએ જણાવ્યું હતું કે, “RNAM”ને નિપ્પોન લાઇફની જોખમ સંચાલનમાં અગ્રણી પ્રેક્ટિસથી ફાયદો થશે અને ભારતમાં મૂડીપ્રવાહ વધારવા માટે પોતાના વૈશ્વિક નેટવર્કનો સહારો લેશે”. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારના દ્રષ્ટિકોણથી જોઇ તો તમારા રોકાણો પર કોઇ અસર થશે નહી. જો તમને કોઇ પ્રશ્ન હોય તો, તમારે તમારા નાણાંકીય સલાહકાર અથવા તમારા શહેરમાં રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડની શાખાનો સંપર્ક કરવો જોઇએ.
  Published by:Vijaysinh Parmar
  First published: