Home /News /national-international /કાલથી લોન્ચ થશે Jio True 5G બીટા ટ્રાયલ, આ યુઝર્સને મળશે True 5G નો અનુભવ

કાલથી લોન્ચ થશે Jio True 5G બીટા ટ્રાયલ, આ યુઝર્સને મળશે True 5G નો અનુભવ

True Jio 5 G Beta Trail launch

Jio 5G Service: રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસનું બીટા ટ્રાયલ દશેરાથી શરૂ થઈ રહ્યું છે (beta trial of Reliance Jio True-5G service). હાલમાં આ સેવા ચાર શહેરો શરૂ કરવામાં આવશે. અત્યારે આ સર્વિસ ઓન ઇન્વિટેશન છે, એટલે કે યુઝર્સને આમંત્રિત કરવામાં આવશે.

વધુ જુઓ ...
    Jio યુઝર્સ માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસનું બીટા ટ્રાયલ (beta trial of Reliance Jio True-5G service) દશેરાથી શરૂ થઈ રહ્યું છે. આ સેવા દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરવામાં આવશે. અત્યારે આ સેવા આમંત્રણ પર છે, એટલે કે હાલના Jio વપરાશકર્તાઓમાંથી કેટલાક પસંદ કરેલા યુઝર્સને આ સેવાનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.

    આ સાથે યુઝર્સને વેલકમ-ઓફર પણ મળશે, જે અંતર્ગત યુઝર્સને 1Gbps સુધીની સ્પીડ અને અનલિમિટેડ 5G ડેટા મળશે. આમંત્રિત યુઝર્સ Jio True 5G સેવાનો અનુભવ કરશે અને તેમના અનુભવોના આધારે, કંપની એક વ્યાપક 5G સેવા શરૂ કરશે.

    આ પણ વાંચો:  શું ખરેખર કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે? જાણો તેના મુખ્ય ફાયદા

    Jio True 5G વેલકમ ઓફર (Jio True 5G Welcome Offer)



    • Jio True 5G વેલકમ ઑફર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં Jio વપરાશકર્તાઓ માટે આમંત્રણ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

    • આ ગ્રાહકોને 1 Gbps+ સુધીની સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે.

    • જેમ જેમ શહેરો તૈયાર થશે તેમ તેમ અન્ય શહેરો માટે બીટા ટેસ્ટિંગ સેવાની જાહેરાત કરવામાં આવશે.

    • શહેરનું નેટવર્ક કવરેજ પૂરતું મજબૂત ન થાય ત્યાં સુધી વપરાશકર્તાઓ આ બીટા ટેસ્ટનો લાભ લઈ શકશે.

    • આમંત્રિત 'Jio વેલકમ ઑફર' વપરાશકર્તાઓએ તેમના વર્તમાન Jio સિમને બદલવાની જરૂર રહેશે નહીં. બસ તેનો મોબાઈલ 5G હોવો જોઈએ. Jio True 5G સેવા આપમેળે અપગ્રેડ થશે.

    • Jio તમામ હેન્ડસેટ બ્રાન્ડ્સ સાથે પણ કામ કરી રહ્યું છે જેથી ગ્રાહકો પાસે પસંદગી માટે 5G ડિવાઇસની વિશાળ રેન્જ હોય.


    દરેક ભારતીયનો સમાન અધિકાર


    આ અવસરે રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા વડાપ્રધાનની હાંકલ પર, જિયોએ ભારત જેવા મોટા દેશ માટે સૌથી ઝડપી 5G રોલ-આઉટ માટે પ્લાન તૈયાર કર્યો છે. Jio 5G એ true 5G હશે, અને અમે માનીએ છીએ કે ભારત TRUE-5G કરતાં ઓછું લાયક નથી. Jio 5G એ વિશ્વનું સૌથી અદ્યતન 5G નેટવર્ક હશે, જે ભારતીયો દ્વારા ભારતીયો માટે બનાવવામાં આવ્યું છે.

    તેમણે કહ્યું, “5G એવી સેવા ન હોઈ શકે જે અમુક વિશેષાધિકૃત લોકો અથવા માત્ર મોટા શહેરો માટે ઉપલબ્ધ હોય. તે સમગ્ર ભારતમાં દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. તો જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં મૂળભૂત ફેરફારો લાવી શકીશું.

    Jio TRUE 5G ની 3 મોટી વિશેષતાઓ  (3 Big Features of Jio TRUE 5G)


    સ્ટેન્ડ-અલોન 5G: આ એક સ્ટેન્ડ-અલોન નેટવર્ક છે. એટલે કે, આ અદ્યતન 5G નેટવર્કને 4G નેટવર્ક સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે અન્ય ઓપરેટરો 4G બેસ્ડ નેટવર્ક શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. Jioના True 5Gને તેનો સીધો ફાયદો મળશે. તેમાં ઓછી લેટેન્સી, મોટા પ્રમાણમાં મશીન ટુ મશીન કોમ્યુનિકેશન, 5G વૉઇસ, એજ કમ્પ્યુટિંગ અને નેટવર્ક સ્લાઇસિંગ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

    સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને શ્રેષ્ઠ મિશ્રણ


    5G સ્પેક્ટ્રમ બેન્ડ્સનું સૌથી મોટું અને સૌથી યોગ્ય મિશ્રણ, 700 MHz, 3500 MHz અને 26 GHz, Jio True 5G ને અન્ય ઓપરેટરો કરતાં એક ધાર આપે છે. બીજું અને સૌથી અગત્યનું, Jio એકમાત્ર ઓપરેટર છે જેની પાસે 700 MHz લો-બેન્ડ સ્પેક્ટ્રમ છે. આ સારું ઇન્ડોર કવરેજ આપે છે. યુરોપ, યુએસ અને યુકેમાં, આ બેન્ડને 5G માટે પ્રીમિયમ બેન્ડ ગણવામાં આવે છે.

    આ પણ વાંચો:  પત્નીને મિત્ર સાથે કઢંગી હાલતમાં જોઇ ગયો પતિ, પ્રેમી સાથે મળીને મહિલાએ ના કરવાનું કરી નાંખ્યું

    (ડિસ્ક્લેમર - નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jio

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन