ઈશા અંબાણીના લગ્નનું કાર્ડ આવ્યું સામે, જુઓ શાનદાર કાર્ડનો VIDEO

ઈશા અંબાણી

તમને જણાવી દઈએ કે, આનંદ પીરામલ ખુબ ધનિક અને તાકાતવર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે

 • Share this:
  પ્રખ્યાત બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના 12 નવેમ્બરે લગ્ન થવા જઈ રહ્યા છે. ઈશા પોતાના લાંબા સમયના મિત્ર અને બિઝનેસમેન આનંદ પીરામલની દુલ્હન બનશે. આ બધા વચ્ચે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના કાર્ડની પહેલી ઝલક સામે આવી છે. આ કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યો છે.

  ઈશાના લગ્નનું કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા બોક્સમાં IA લખ્યું છે, જે ઈશા અને આનંદના નામના ઈનિશિયલ્સ છે. બીજા બોક્સમાં માં સરસ્વતીની તસવીર જોવા મળી રહી છે. પહેલું બોક્સ ક્રિમ રંગનું છે, જે ફૂલોથી સજેલું છે.

  વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બોક્સ ખોલવા પર અંદર ચાર ગોલ્ડન રંગના નાના બોક્સ છે. આમાંના એક બોક્સમાં જ માં સરસ્વતીની તસવીર હતી.  ઈશા અંબાણીની એન્ગેજમેન્ટ પાર્ટી ઈટલીના લેક કોમોમાં થઈ હતી. એન્ગેજમેન્ટમાં બંને પરિવારના નજીકના સંબંધિઓ સાથે-સાથે બોલિવુડ સેલિબ્રિટીએ હાજરી આપી હતી. હવે ઈશા-આનંદ 12 ડિસેમ્બરે સાત ફેરા લેશે.
  લગ્ન પહેલા ઉદેપુરમાં અંબાણી અને પીરામલ પરિવાર તરફથી એક શાહી ડિનર પણ આપવામાં આવશે, જેમાં બંને પરિવારના નજીકના સંબંધી અને મિત્ર જ સામેલ થશે.
  View this post on Instagram

  Happy Family 😍❤💐


  A post shared by Isha Ambani (@ambani.isha) on


  તમને જણાવી દઈએ કે, આનંદ પીરામલ ખુબ ધનિક અને તાકાતવર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે. દ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટિવ ડાયરેક્ટરના પદ પર છે.
  Published by:kiran mehta
  First published: