રિલાયન્સના અદ્યતન જહાજે 990મી ઉંડા દરીયેથી લાપત્તા વિમાન શોધ્યું, કોસ્ટગાર્ડે માન્યો આભાર

કોસ્ટગાર્ડનું ત્રણ ક્રુ મેમ્બર સાથએ ગત મહિને ચેન્નાઇથી રૂટીન ચેકિંગ માટે નીકળેલું ડોર્નિયર વિમાન એકાએક લાપત્તા થયું હતું. 8મી જુને લાપત્તા થયેલા આ વિમાનને શોધવા મથામણ ચાલી રહી હતી. જોકે રિલાયન્સ ગ્રુપના અદ્યતન જહાજ ઓલંપિક કૈન્યને 990 મીટર ઉંડા દરીયે પણ લાપત્તા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો અને બહાર લાવી બતાવ્યો હતો. દરીયામાં આટલે ઉંડેથી કાટમાળ શોધવાનું અત્યાર સુધીનું આ સૌથી પહેલું સફળ ઓપરેશન છે.

કોસ્ટગાર્ડનું ત્રણ ક્રુ મેમ્બર સાથએ ગત મહિને ચેન્નાઇથી રૂટીન ચેકિંગ માટે નીકળેલું ડોર્નિયર વિમાન એકાએક લાપત્તા થયું હતું. 8મી જુને લાપત્તા થયેલા આ વિમાનને શોધવા મથામણ ચાલી રહી હતી. જોકે રિલાયન્સ ગ્રુપના અદ્યતન જહાજ ઓલંપિક કૈન્યને 990 મીટર ઉંડા દરીયે પણ લાપત્તા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો અને બહાર લાવી બતાવ્યો હતો. દરીયામાં આટલે ઉંડેથી કાટમાળ શોધવાનું અત્યાર સુધીનું આ સૌથી પહેલું સફળ ઓપરેશન છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # કોસ્ટગાર્ડનું ત્રણ ક્રુ મેમ્બર સાથે ગત મહિને ચેન્નાઇથી રૂટીન ચેકિંગ માટે નીકળેલું ડોર્નિયર વિમાન એકાએક લાપત્તા થયું હતું. 8મી જુને લાપત્તા થયેલા આ વિમાનને શોધવા મથામણ ચાલી રહી હતી. જોકે રિલાયન્સ ગ્રુપના અદ્યતન જહાજ ઓલંપિક કૈન્યને 990 મીટર ઉંડા દરીયે પણ લાપત્તા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો અને બહાર લાવી બતાવ્યો હતો. દરીયામાં આટલે ઉંડેથી કાટમાળ શોધવાનું અત્યાર સુધીનું આ સૌથી પહેલું સફળ ઓપરેશન છે.

કોસ્ટગાર્ડના લાપત્તા થયેલું ડોર્નિયર વિમાન શોધવાની કામગીરી પૂર્ણ થઇ છે. 36 દિવસથી ચાલી રહેલા આ ઓપરેશનમાં નૌસેના સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેને પગલે કોસ્ટગાર્ડે RIL અને નૌસેનાનો આભાર માનતાં કહ્યું કે, મદદ વગર આ ઓપરેશન શક્ય ન હતું. 990 મીટર ઉંડા દરીયામાં સર્ચ ઓપરેશનનો પ્રથમ અને ઐતિહાસિક કિસ્સો હતો. કાટમાળની શોધખોળ અને એનો બહાર કેવી રીતે લાવવો એક પડકાર હતો જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જહાજ ઓલંપિક કૈન્યન મહત્વનું સાબિત થયું.

ઉંડા દરીયામાં પણ આ જહાજે ડોર્નિયરના એક એક કાટમાળને ફંફોસ્યો હતો. 990 મીટરની ઉંડાઇમાં લાપત્તા વિમાનને શોધવું અઘરૂ કામ હતું અને એને બહાર લાવવું એ તો એનાથી પણ કઠીન હતું. પરંતુ ખાસ સુવિધાઓથી સજ્જ રિલાયન્સના ઓલંપિક કૈન્યન જહાજે આ કામ આસાન કરી બતાવ્યું હતું. આમ છતાં આ ઓપરેશનમાં કુલ 889 કલાક થયા હતા.

કોસ્ટ ગાર્ડના આઇજીએ આ ઓપરેશનમાં મદદ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આભાર માનતાં કહ્યું કે, કોસ્ટગાર્ડનું આ ડોર્નિયર વિમાન ત્રણ ક્રુ સભ્યો સાથે 8મી જુને રૂટીન તપાસ માટે ચેન્નાઇથી નિકળ્યું હતું. પરંતુ ત્યાર બાદ એકાએક આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં વિમાનની શોધખોળ હાથ ધરાઇ હતી. વિમાનનો ફ્લાઇટ ડેટા રેર્કોડર અને કોકપીટ વોયસ રેર્કોડર હાથ લાગ્યા છે અને કોસ્ટગાર્ડને આશા છે કે આ દુર્ઘટના ઘટવા પાછળના કારણો જાણી શકાશે.

કોસ્ટ ગાર્ડના આઇજીના જણાવ્યા અનુસાર આ મુજબનું આ પ્રથમ ઓપરેશન છે જેમાં આટલી મોટી ઉંડાઇ સુધી તપાસ કરવામાં આવી હોય. દરિયાની આટલી ઉંડાઇએ જોરદાર પ્રેસર હોય છે અને કોઇ વસ્તુને શોધવી આસાન નથી. રિલાયન્સના ઓલંપિક કૈન્યન જહાજે અસંભવને સંભવ કરી બતાવ્યું છે.
First published: