રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોરોના સામેની લડતમાં કામગીરીનો વ્યાપ વધાર્યો, 875 બેડનું સંચાલન કરશે

રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોરોના સામેની લડતમાં કામગીરીનો વ્યાપ વધાર્યો, 875 બેડનું સંચાલન કરશે
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતિ નીતા અંબાણીની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રની સરકાર અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથેના જોડાણને વધુ તીવ્ર બનાવતા, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચાર નોંધપાત્ર પહેલ કરવામાં આવી છે.

 • Share this:
  રિલાયન્સ ફાઉન્ડેશન (RF) એ મુંબઇ શહેરમાંમાં Covid-19 મહામારી અંતર્ગત સ્થાનિક મેનેજમેન્ટની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા તેની કામગીરીમાં વધારો કર્યો છે. મહારાષ્ટ્રની સરકાર અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સાથેના જોડાણને વધુ તીવ્ર બનાવતા, રિલાયન્સ ફાઉન્ડેશન જણાવ્યું હતું કે તેમના દ્વારા મુંબઈમાં કોરોના સામેની લડાઇમાં વધુ ચાર નોંધપાત્ર પહેલ હાથ ધરવામાં આવી છે.ય છે. કંપનીએ ઉમેર્યું હતું કે તે શહેરમાં COVID-19ના દર્દીઓ માટે 875 પથારીનું સંચાલન કરશે.

  "સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (R.F.H) corona દર્દીઓ માટે કુલ 650 પથારીનું સંચાલન સંચાલન કરશે. રિલાયન્સ ફાઉન્ડેશન નવા 100 આઈસીયુ બેડની વ્યવસ્થા કરશે અને તેનું સંચાલન અને વ્યવસ્થાપન પણ કરશે. આ તમામ આઈસીયુ બેડ 15મી મેથી તબક્કાવાર કાર્યરત થઈ જશે. બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર હળવા, મધ્યમ અને એસિમ્પટમેટિક દર્દીઓની સારવાર માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની ટ્રાઇડન્ટ હોટેલમાં 100 બેડ શરૂ કરવામાં આવી રહ્યા છે. બધું મળીને રિલાયન્સ ફાઉન્ડેશન કુલ 145 આઇસીયુ બેડ સહિત લગભગ 875 બેડનું સંચાલન કરશે. જે સેવન હિલ્સ હોસ્પિટલ અને ટ્રાઇડન્ટ, બીકેસીમાં કાર્યરત રહેશે"  કંપનીએ ઉમેર્યું, ' કોઈ પણ પરોપકારી સંસ્થા દ્વારા મુંબઇના કોવિડ કેર માટે કરવામાં આવેલું આ સૌથી મોટું યોગદાન છે, એનએસસીઆઈ અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તમામ કોવિડ દર્દીઓની નિ: શુલ્ક સારવાર કરવામાં આવે છે, એમ કંપનીએ જણાવ્યું છે.

  શ્રીમતિ નીતા અંબાણીનું નિવેદન


  રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ COVIDની સુવિધાઓ વિશે વાત કરતાં કહ્યું કે, "અમારા ડોકટરો અને ફ્રન્ટલાઈન હેલ્થકેર સ્ટાફે અથાક મહેનત કરી છે અને જરૂરીયાતમંદોને શ્રેષ્ઠ તબીબી સંભાળ આપી કિંમતી જીવ બચાવવાનું ચાલુ રાખશે."

  એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય અગાઉ રિલાયન્સે તેની જામનગર ઓઇલ રિફાઈનરીઓમાં મેડિકલ-ગ્રેડ ઓક્સિજનના દિવસના 700 ટન ઉત્પાદન કરી અને નિશુલ્ક સેવા આપી હતી, જે કોવીડ-19થી ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્યોને વિના મૂલ્યે સપ્લાય કરવામાં આવી રહ્યુ છે.

  ગુજરાતમાં કંપનીની જામનગર રિફાઇનરીએ શરૂઆતમાં 100 ટન મેડિકલ-ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું હતું, જેને ઝડપથી 700 ટન સુધી વધારી દેવામાં આવ્યું છે, એમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને રસી અપાવવાની અને સાવચેતી રાખવાની વિનંતી કરી છે, એમ કહીને કોરોનાના "વાવાઝોડાએ" ​ ભારતને હચમચાવી નાખ્યું છે, કેમ કે દેશએ એક દિવસમાં સૌથી વધુ COVID-19 ચેપનો નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે.

  (ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
  Published by:Jay Mishra
  First published:April 26, 2021, 15:05 IST

  ટૉપ ન્યૂઝ