Video: કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’

News18 Gujarati
Updated: May 17, 2020, 9:14 AM IST
Video: કોરોના વોરિયર્સને રિલાયન્સની સલામ, નીતા અંબાણીએ કહ્યું, ‘આપણે સાથે મળી લડાઈ જીતીશું’
રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરમેન નીતા અંબાણી (Nita Ambani) કહે છે કે, આપણે સૌ સાથે મળી આ લડાઈને જીતીશું.

રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના વોરિયર્સના કાર્યોને બિરદાવવા માટે એક ખાસ મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની વિરુદ્ધ જંગ ચાલુ છે. આ લડાઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. રિલાયનસ ફાઉન્ડેશને તેને ધ્યાને લઈ કોરોના વોરિયર્સ (Corona Warriors)ને સલામ કરવા માટે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘કર દે મેરે હવાલે, હૈ તેરે દર્દ યે સારે...’ ગીત ચાલી રહ્યું છે. વીડિયોના અંતમાં રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરમેન નીતા અંબાણી (Nita Ambani) કહે છે કે, આપણે સૌ સાથે મળી આ લડાઈને જીતીશું.

કોરોના વાયરસનાં વધી રહેલા કેસોને જોતાં રિલાયન્સ લાઇફ સાયન્સની ટીમે ભારતની સૌથી મોટી કોવિડ ટેસ્ટ લૅબ બનાવી છે જ્યાં દરરોજ 3500 ટેસ્ટ થાય છે. આ ઉપરાંત રિલાયન્સે ભારતની પહેલી કોવિડ-19 વિશેષ હૉસ્પિટલ પણ બનાવી છે.


રિલાયન્સ 100000 PPEs અને માસ્ક દર રોજ પોતાની સ્પેશલ ફેક્ટરીમાં તૈયાર કરે છે. અત્યાર સુધી રિલાયન્સની ટીમે 4 કરોડ લોકોને મફતમાં ભોજન પૂરું પાડ્યું છે. રિલાયન્સની ટીમે લાખો પરિવારોને કરિયાણું આપ્યું છે. આ ઉપરરાંત રિલાયન્સ જિયોની ટીમ ભારતમાં તમામને નેટવર્ક દ્વારા કનેક્ટ રાખી રહ્યું છે.

(Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે છે.)

આ પણ વાંચો, Reliance Jioએ રજૂ કર્યો 999 રૂપિયાનો Quarterly Plan, મળશે આ ફાયદા

 
First published: May 17, 2020, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading