રિલાયન્સ ફાઉન્ડેશને ઉત્તરાખંડ સરકારને 5 કોવિડ સામે લડવા 5 કરોડની સહાય આપી

રિલાયન્સ ફાઉન્ડેશને ઉત્તરાખંડ સરકારને 5 કોવિડ સામે લડવા 5 કરોડની સહાય આપી
ફાઇલ ફોટો

‘કોવિડ -19 રાહત પ્રયાસોના હેતુ માટે 'ઉત્તરાખંડ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ’માટે રૂપિયા 5 કરોડ રૂપિયા ફાળવતા અમને કૃતજ્ઞતા અનુભવીએ છીએ'

 • Share this:
  રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation ) દેશની દરેક મુસીબતોમાં સેવા માટે આગળ આવતું હોય છે. કોવિડ હોય કે અન્ય આપદાઓ હંમેશા સંસ્થા દ્વારા સેવાની સરવાણી શરૂ રાખવામાં આવી છે. ત્યારે દેશના પહાડોના પ્રદેશ એવા ઉત્તરાખંડને (Uttarakhand government) કોરોના વાયરસ સામેની લડાઈ લડવા માટે રિયાલન્ય ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 5 કરોડની સહાય જાહેર કરવામાં આવી છે.

  રિલાયન્સ ફાઉન્ડેશનને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતને લખેલા પત્રમાં જણાવ્યું છે કે “અમે પ્રશંસા કરીએ છીએ કે ઉત્તરાખંડ સરકાર આ મુશ્કેલ પરિસ્થિતિમાં સમુદાય સાથે અથાક કામ કરી રહી છે. ‘કોવિડ -19 રાહત પ્રયાસોના હેતુ માટે 'ઉત્તરાખંડ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ’માટે રૂપિયા 5 કરોડ રૂપિયા ફાળવતા અમને કૃતજ્ઞતા અનુભવીએ છી.  પત્રમાં લખ્યું છે કે, 'રિલાયન્સ ફાઉન્ડેશન માને છે કે તેનો પ્રતિભાવ વ્યાપક, ટકાઉ અને સ્થિતિસ્થાપક હોવો જરૂરી છે અને તેથી જ તે રાષ્ટ્ર દ્વારા જરૂરી બહુપક્ષીય પહેલ મુજબ કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે."

  રાજ્યમાં ફેલાયેલા કોરોનાવાયરસને અંકુશમાં લેવાના અનેક પગલાઓ પૈકી ઉત્તરાખંડ સરકાર એવરમેક્ટીન નામની એન્ટિપેરાસીટીક દવાનું વિતરણ કરશે, રાજ્યના રહેવાસીઓમાં Covid-19 ના ફેલાવા સામે નિવારક દવા તરીકે. ગોવા અને કર્ણાટક દ્વારા સમાન દિશા નિર્દેશો બહાર પાડ્યા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા આ ઘોષણા કરવામાં આવી છે.

  રિલાયન્સ ફાઉન્ડેશને જામગનરમાં હૉસ્પિટલ શરૂ કરી છે

  રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી છે . નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચે રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવી રહ્યો છે. જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 400 બેડની કોવિડ કેર સુવિધા શરૂ થઈ હતી જેમાં ક્રમશ: વઘારો કરવામાં આવી રહ્યો છે

  રિલાયન્સ ફાઉન્ડેશન ( આર , એફ) એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ( આર .આઇ . એલ . ) ની સખાવતી સંસ્થા છે , જેનો હેતુ રાષ્ટ્રના વિકાસ પથમાં રહેલા પડકારોને સ્થાયી અને નવીન ઉપાયોથી પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો છે. નીતા અંબાણીના અધ્યક્ષ પદ હેઠળ ચાલતી રિલાયન્સ ફાઉન્ડેશન પ્રારંભથી જ છેવાડાના સમુદાયો માટે જીવનની સમગ્રલક્ષી સુખાકારી અને ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા પરિવર્તનલક્ષી ફેરફારો પૂરા પાડવા અથાગ કામગીરી કરી રહીં છે . ભારતની સૌથી વિશાળ સામાજિક પહેલોમાં સ્થાન ધરાવતી આર.એફ. ગ્રામીણ પરિવર્તન , શિક્ષણ , આરોગ્ય , વિકાસ માટે રમત ગમત , આપત્તિ નિવારણ , શહેરી નવીનીકરન્ન અને કલા સંસ્કૃતિ તેમજ વારસાના ક્ષેત્રોમાં રાષ્ટ્ર વિકાસ પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે . રિલાયન્સ ફાઉન્ડેશને 44,700 ગામો અને કેટલાક ફેરી ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં 4.5 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તનનો સંચાર કર્યો છે.
  Published by:Jay Mishra
  First published:May 12, 2021, 16:53 pm

  ટૉપ ન્યૂઝ