આરોપી યુવકે તેને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. બંને વચ્ચે વિધવા ભાભીને રંગ લગાવવા અંગે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે આરોપી દિયરે યુવકને ચપ્પાના ઘા મારીને હત્યા કરી દીધી હતી.
બલિયાઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બલિયામાંથી (Balia) એક સનસનીખેસ મામલો સામે આવ્યો છે. અહીં વિધવા ભાભીને ( widowed sister-in-law) રંગ (colour) લગાવવાથી નારાજ દિયરે એક સંબંધીનું ચપ્પાના ઘા ઝીંકી (relative murder) હત્યા કરી દીધી હતી. આરોપીએ પહેલા યુવકને ફોન કરીને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ ચપ્પાના ઘા મારીને હંમેશા માટે સુવડાવી દીધો હતો. પોલીસે (police) આ ઘટનામાં ફરિયાદ નોંધીને આરોપી દિયરની (brother in law) ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બલિયાના બાંસડીહ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આસચોરા ગામમાં આ ઘટના બની હતી. મૃતક યુવકનું નામ દુર્ગેશ પાસવાન હતું. જે બાંસડીહ રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છોટકી સેરયા ગામનો રહેવાશી હતો. આરોપી યુવકે તેને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. બંને વચ્ચે વિધવા ભાભીને રંગ લગાવવા અંગે વિવાદ થયો હતો.
વિવાદ એટલો વધી ગયો કે આરોપી દિયરે યુવકને ચપ્પાના ઘા મારીને હત્યા કરી દીધી હતી. બલિયાના એસપી વિપિન ટાંડાના કહેવા પ્રમાણે થાના બાંસડીહ રોડમાં મંગળવારે એક યુવકની લાશ મળી હતી. જેની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ અંગે પોલીસની ટીમ તપાસ કરી રહી છે. ત્યારબાદ આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન દિયરે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું કે મૃતકે તેની ભાભીને રંગ લગાવ્યો હતો. જેના કારણે તે નારાજ હતો. આ નારાજગીને લઈને આરોપીએ યોજના બનાવીને ફોન કરી યુવકને ઘરે બોલાવ્યો હતો.
અને રાત્રે ચપ્પાના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. આ મામને મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસનું કહેવું છે કે બંને પક્ષો આપસમાં પરિચિત છે. બંને સંબંધીઓ જ છે. સાથે જ બંને એક જ ગામમાં રહેનારા છે.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ હત્યામાં ઉપયોગમાં લેવાતું હથિયાર પણ જપ્ત કર્યું છે. મૃતકનો મોબાઈલ પણ આ બંને આરોપીઓ પાસેથી જ મળ્યો હતો. પોલીસે બંને આરોપીઓને જેલ ભેગા કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર