VIDEO: સ્ટ્રેચર ન મળવાને કારણે મહિલાને ચાદરમાં ખેંચીના લઇ આવ્યા પરિવારજનો

News18 Gujarati
Updated: June 30, 2018, 3:48 PM IST
VIDEO: સ્ટ્રેચર ન મળવાને કારણે મહિલાને ચાદરમાં ખેંચીના લઇ આવ્યા પરિવારજનો
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં દર્દીને ન મળ્યું સ્ટ્રેચર

  • Share this:
મહારાષ્ટ્રમાં સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચરની ખામીઓને કારણે દર્દીને ચાદરથી ખેંચીને લઈ જવાનો શરમજનક મામલો સામે આવ્યો છે. મામલો મહારાષ્ટ્રના નાંદેડનો છે. જ્યા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવાના સ્ટ્રેચરની ખામીઓને કારણે દર્દીના પરિવારજનો તેને ચાદર ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર થઇ રહેલા વાયરલ થયેલા વીડિયોએ ફરી એકવાર સરકારી હોસ્પિટલોની અનિયમિતતાની પોલ ખુલ્લી કરી દીધી છે. જ્યાં વારંવાર સારવાર માટે આવી રહેલા દર્દીઓ સાથે સાધનોની ખામીઓને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ કેસ સામે આવતા જ હોસ્પિટલના ડીન ચંદ્રકાંત મહસકે સ્પષ્ટતા કરતા કહ્યુ કે આ કેસની તપાસ માટે આદેશ આપ્યો છે. પરંતુ, બીજી તરફ ડીને હોસ્પિટલ સંચાલકોના બચાવમાં દલીલ કરી હતી કે, જ્યારે પરિવારજનો દર્દીને ચાદરમાં ખેંચીને લઈ જઇ રહ્યા હતા ત્યારે એ પહેલાંથી જ હાજર હોસ્પિટલ તંત્રએ દર્દીને મફતમાં સ્ટ્રેચરની સુવિધા આપવાનું કહ્યું હતું. પરંતુ દર્દીઓના પરિવારજનોએ સ્ટ્રેચરની રાહ જોઇ ન હતી અને તે દર્દીને ત્યાંથી લઇને આવ્યા હતા.


મીડિયા સાથે વાત કરતા ડીને કહ્યું કે અમને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી. હોસ્પિટલ તંત્ર પોતે આ કેસની તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી જરૂર કરશે.
First published: June 30, 2018
વધુ વાંચો
अगली ख़बर