Home /News /national-international /MCD ELECTION: ચૂંટણીમાં ટિકિટ માટે આપના ધારાસભ્યએ 90 લાખ લીધા, સાળા સહિત 3ની ધરપકડ

MCD ELECTION: ચૂંટણીમાં ટિકિટ માટે આપના ધારાસભ્યએ 90 લાખ લીધા, સાળા સહિત 3ની ધરપકડ

એમસીડીની ચૂંટણીમાં પૈસા લઈ ટિકિટ વહેંચવાના કેસમાં 3ની ધરપકડ

એન્ટી કરપ્શન બ્યૂરો તરફથી દિલ્હીની એક શાખા GNCT એક મોડલ ટાઉન, દિલ્હીથી ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી અને તેમના સહયોગી શિવ શંકર પાંડે, ઉર્ફ વિશાલ પાંડે વિરુદ્ધ શોભા ખારીને એમસીડીની ચૂંટણીમાં ટિકિટ આપવા બદલ રુપિયા લેવાના કેસમાં કાર્યવાહી કરી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી:દિલ્હીની એમસીડી ચૂંટણીમાં કેશ ફોર ટિકિટ મામલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર 90 લાખ રૂપિયા માગવાનો આરોપ છે. ફરિયાદના આધાર પર એસીબીએ ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીના સાળા વિશાલ પાંડેય ઉર્ફ શિવ શંકર પાંડેની ધરપકડ કરી છે. વિશાલ સાથે એસીબીએ તેના સાથી ઓમ સિંહ અને પ્રિંસ રઘુવંશીની પણ ધરપકડ કરી છે. આરોપ છે કે, ધારાસભ્યએ એમસીડીના કમલા નગર વોર્ડ નંબર 69તી આપ કાર્યકર્તા શોભા ખારીને ટિકિટ આપવાનું વચન આપ્યું હતું, તેના માટે 90 લાખ રૂપિયાની માગ કરી હતી.



    શોભા ખારીએ જ એસીબીને ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમાંથી 35 લાખ રૂપિયા ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીને આપ્યા હતા. આ ઉપરાંત 20 લાખ રૂપિયા તેમણે વઝીરપુરના એમએલએ રાજેશ ગુપ્તાને પણ આપ્યા હતા. બાકીના 35 લાખ રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હતા. તેમ છતાં પણ તેમને ટિકિટ ન મળી. ત્યારે આવા સમયે તેમણે પોતાના રૂપિયા પાછા માગ્યા, તેના માટે અખિલેશ પતિ ત્રિપાઠી અને સાળા ઓમ સિંહ સાથે વાત કરી. વિશ્વાસ અપાવ્યો કે, તેમના પૈસા ફટાફટ પાછા મળી જશે. પણ શોભા ખારીએ એસીબીમાં ફરિયાદ કરી દીધી, આ બાજૂ આ મામલાને લઈને ભાજપ નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી પર જબરદસ્ત પ્રહારો કર્યા છે.

    રંગે હાથે પકડ્યા


    શોભા ખારીની ફરિયાદ પર એસીબીએ ધારાસભ્યને રંગે હાથે પકડવા માટે જાળ પાથરી હતી. નક્કી થયું કે, 15-16 નવેમ્બરની રાતે ધારાસભ્ય પૈસા પાછા આપશે. નક્કી કરેલા સમયે ધારાસભ્યના સાળા ઓમ સિંહ, શિવશંકર પાંડે અને પ્રિન્સ રઘુવંશી આ રકમ લઈને શોભાના ઘરે પહોંચ્યા. આ બાજૂ એસીબીની ટીમ એક સાક્ષી સાથે અહીં પહેલાથી જ હાજર હતી. આ ટીમે પૈસા આપતા આ ત્રણેયને દબોચી લીધા હતા અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Delhi Crime

    विज्ञापन
    विज्ञापन