રેપનો આરોપ: પલ્લવીએ એકબરને કહ્યું: કશુ સહમતીથી થયું ન્હોતું

પલ્લવી અને અકબર

પલ્લવીએ કહ્યું કે, હું જે સત્ય છે તે બોલતી જ રહીશ. કેમ કે, જે મહિલાઓ યૌનશોષણની ભોગ બની છે તેને સાચુ બોલવાની હિંતમ આવે

  • Share this:
    અમેરિકા સ્થિત નેશનલ પબ્લિક રેડિયો(NPR)ની ચીફ બિઝનેસ રિપોર્ટર પલ્લવી ગોગોઈએ પૂર્વ વિદેશ રાજ્યમંત્રી અને જાણિતા પત્રકાર-તંત્રી એમ.જે.એકબર આરોપ લગાવ્યો હતો કે, અકબરે 23 વર્ષ પહેલા તેમના પર રેપ (બળકાત્કાર) કર્યો હતો. જો કે, અકબરે આ આરોપનાં સંદર્ભમાં જણાવ્યું હતું કે, એ સંબધો સહમતિથી બંધાયા હતા. જે ઘણા મહિનાઓ સુંધી ચાલ્યા હતા અને પછી બંને રાજીખુશીથી અલગ થઈ ગયા હતા. એમ.જે.અકબરની પત્ની મલિકાએ પતિ અકબરનું સમર્થન કર્યુ હતું અને પલ્લવી જુઠુ બોલી રહી છે એમ જણાવ્યું હતુ.

    ઉલ્લેખનીય છે કે પલ્લવી ગોગોઈએ વોશિંગ્ટન પોસ્ટ નામના અખબારમાં લેખ લખીને એમ.જે. અકબર પર બળાત્કારનાં આરોપ લગાવ્યા હતા. આરોપમાં કહ્યું હતું કે, ‘એશિયન એજ’ અખબારમાં કામ કરતી વખતે અકબરે તેની સાથે રેપ કર્યો હતો.

    અકબરે જ્યારે કહ્યું કે, એ સંબધો સહમતીથી બંધાયા હતા તો, પલ્લવીએ તેનો વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, એ સંબધો બિલકુલ સહમતિથી નહોતી પણ તમે તમારી સત્તાનો દુરઉપયોગ કર્યો હતો.

    પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અકબરે કહ્યું હતું કે, 1994માં તેમની અને પલ્લવી ગોગોઈ વચ્ચે સહમતિથી સંબંધો બન્યા હતા. આ સંબંધો કેટલાક મહિના ચાલ્યા હતા. આ સંબંધોના કારણે તેના પારિવારિક જીવન ભંગાણનાં આરે આવી ગયું હતું. આ પછી સહમતિથી ચાલી રહેલા સંબંધો પુરા થઇ ગયા હતા. જોકે અકબરે સ્વિકાર કર્યો હતો કે આ સંબંધ સારી રીતે પુરા થયા નહોતા.”

    અકબરની પત્નીએ કહ્યું હતું કે 20 વર્ષ પહેલા પલ્લવી ગોગોઈ મારા પરિવારમાં દુખ અને વિવાદનું કારણ બની હતી.તેણે કહ્યું મારી હાજરીમાં પણ તે મારા પતિ સાથે સંબધોને છુપાવતી નહીં. આ બંને વચ્ચેનો સંબંધ મારા પરિવાર માટે સમસ્યાનું કારણ બન્યો હતો.
    ઉલ્લેખનીય છે કે એમ.જે.અકબર પર 17થી વધુ મહિલા પત્રકારોએ યૌનશોષણનાં આરોપ લગાવ્યા હતા. આ પછી એમ.જે.અકબરને મોદી સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.  પલ્લવીએ વધુમાં જણાવ્યું કે, તેણે અકબર જે આરોપ લગાવ્યા છે તે બિલકુલ સાચા છે અને તે એના પર કાયમ છે. અડગ છે.

    પલ્લવીએ કહ્યું કે, હું જે સત્ય છે તે બોલતી જ રહીશ. કેમ કે, જે મહિલાઓ યૌનશોષણની ભોગ બની છે તેને સાચુ બોલવાની હિંતમ આવે.

    “એ સંબધો સહમતિથી બંધાયા નહોતા પણ ધમકીનાં આધાર અને સત્તાનાં દૂરઉપયોગ પર રચાયેલા હતા. મેં કહેલા દરેક વાક્ય પર હું અડગ છું.” પલ્લવી અકબરને વળતો જવાબ આપતા કહ્યું હતું.
    Published by:Vijaysinh Parmar
    First published: