અલવર, રાજસ્થાન : સસરા અને વહુ વચ્ચે જે સંબંધ હોય તેને સમાજે પિતા-પુત્રીનો દરજ્જો આપ્યો છે. જોકે રાજસ્થાનના અલવરમાં આ સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 52 વર્ષના સસરા પોતાની 29 વર્ષની વહુ સાથે પ્રેમ કરી બેઠા હતા અને બંનેએ પોતાની મરજીથી લગ્ન પણ કરી લીધા છે.
સસરા પરબાતી લાલે પોતાના પુત્રની પત્ની એટલે કે પોતાની વહુ લાલ દેવી સાથે દિલ્હીમાં આર્યસમાજના મંદિરમાં લગ્ન કરી લીધા છે. આ પછી માર્ચમાં બંને પોતાના લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા માટે દિલ્હીની ત્રીસ હજારી કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં સસરા અને વહુએ પ્રેમનો એકરાર કર્યો હતો.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ મારપીટ અને દહેજ માટે પ્રતાડિત કરવાનો કેસ અલવરમાં નોંધાવ્યો હતો. જે પ્રમાણે તે પોતાના પતિ સાથે રહેવા માંગતી નથી. હાલ આ મામલો જિલ્લાની કોર્ટમાં છે.
" isDesktop="true" id="1109547" >
સસરા અને વહુ બંને દિલ્હીમાં એક ભાડાના ઘરમાં રહે છે. સસરાએ પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લીધા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર