શું કેમ્બ્રિજ અને કેમ્બ્રિજ એનાલિટિકામાં છે કોઈ સંબંધ?

News18 Gujarati
Updated: March 22, 2018, 1:14 PM IST
શું કેમ્બ્રિજ અને કેમ્બ્રિજ એનાલિટિકામાં છે કોઈ સંબંધ?

  • Share this:
શું કેમ્બ્રિજ અને કેમ્બ્રિજ એનાલિટિકામાં છે કોઈ સંબંધ? આખી દુનિયામાં ફેસબુકના સમાચાર વહેતા થયા છે. તો જાણીએ કોણ છે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની.

કેમ્બ્રિજ એનાલિટિકા સમાચારમાં આવ્યાં બાદ ઘણાં લોકોના મગજમાં સવાલો છે કે શું કેમ્બ્રિજ એનાલિટિકા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોઈ સંબંધ છે? તો જવાબ છે ના. કેમ્બ્રિજ એનાલિટિકા એક કંપની છે જે સોશિયલ ડેટાનું વિશ્લેશ્ણ કરે છે. જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી બ્રિટનની એક જાણીતી યુનિવર્સિટી છે, જ્યાં દુનિયાના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એકથી એક ચડિયાતી વ્યક્તિઓ આપી છે જે ઘણાં દેશોમાં રાષ્ટ્રધ્યક્ષ, મોટી હસ્તી, વિચારક, નેતા, વૈજ્ઞાનિક, ઓફિસર અને સેલિબ્રિટીઝ છે.

કેમ્બ્રિજ એનાલિટિકા ક્યાં છે?

કેમ્બ્રિજ એનાલિટિકા સામાન્ય રીતે સીએના નામથી જાણીતી છે. આ એક ડેટા એનાલિટિક્સ અને પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ છે. જે વર્ષ 2014માં સ્થાપવામાં આવી હતી. આને સ્ટીવ બેનનની મદદથી સ્થાપિત કરવામાં આવી છે. બેનન અમેરિકી રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય રણનીતિકાર હતાં.

ઝકરબર્ગે આ વિવાદમાં આપ્યું નિવેદન
ફેસબુક વિવાદ પર કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે પ્રથમ વખત મૌન તોડ્યું છે. માર્કે સ્વીકાર કર્યો છે કે કંપનીએ પાંચ કરોડ યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવામાં ભૂલ કરી છે. જોકે, માર્કે પોતાના યુઝર્સને વચન આપ્યું છે કે તે પોતાના યુઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં ભરશે. ઝકરબર્ગે એક ફેસબુક પોસ્ટ કરતા લખ્યું છે કે, 'અમે ભૂલો કરી છે, ભવિષ્યમાં આ ભૂલોનું પુર્નરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.'
First published: March 22, 2018, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading