Rejaul Mondal: એકમાત્ર એવો પરિવાર, જે ભારતમાં પણ રહે છે અને બાંગ્લાદેશમાં પણ!
એક સત્ય ઘટના
Rejaul Mondal: રેજાઉલ મોંડલ સવારે 7 વાગ્યે બાંગ્લાદેશમાં માછલી પકડે છે, તો તે ભારતમાં 7:30 વાગ્યે બજારમાં જાય છે. બાંગ્લાદેશમાં માછલી પકવે છે, પરંતુ ભારતની ધરતી પર આવીને ખાય છે. આવા જ એક પ્રકારના વ્યક્તિની વાત કરવામાં આવે તો રેજાઉલ મોંડલ આ પ્રકારે અજીબોગરીબ ઘરમાં રહે છે.
નવી દિલ્હી: રેજાઉલ મોંડલ સવારે 7 વાગ્યે બાંગ્લાદેશમાં માછલી પકડે છે, તો તે ભારતમાં 7:30 વાગ્યે બજારમાં જાય છે. બાંગ્લાદેશમાં માછલી પકવે છે, પરંતુ ભારતની ધરતી પર આવીને ખાય છે. આવા જ એક પ્રકારના વ્યક્તિની વાત કરવામાં આવે તો રેજાઉલ મોંડલ આ પ્રકારે અજીબોગરીબ ઘરમાં રહે છે. બાંગ્લાદેશ અને ભારતની આઝાદીના આટલા વર્ષો બાદ પણ રેજાઉલ બંને દેશનો નિવાસી છે. તમને કદાચ આ એક કહાની લાગતી હશે, પરંતુ આ એક સત્ય ઘટના છે.
પશ્ચિમ બંગાળનો નોર્થ 24 પરગણા જિલ્લો
આ વાત ભારતમાં પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં આવેલ બગદા બ્લોકના બોયરા ગામની છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રેજાઉલ મોંડલ બંને દેશના રહેવાસી છે. રેજાઉલ મોંડલ 72 વર્ષીય છે અને તેમનો પરિવાર બંને સીમામાં રહે છે. રેજાઉલ મોંડલના બે એડ્રેસ પણ છે. ભારત નજીકના બગદા બ્લોકના બોયરા ગામનો રહેવાસી, જે બાંગ્લાદેશમાં જેસ્સોર જિલ્લાના ચૌગાચા ઉપજિલ્લાના ગદાધરપુરના રહેવાસી તરીકે પણ ઓળખાય છે. જો કે, બંને બાજુના બોર્ડર ગાર્ડ્સ માટે મોંડલ પરિવાર 39/11 પિલ્લરના રહેવાસી તરીકે ઓળખાય છે.
દેશના વિભાજન સમયે વિભાજન રેખાના બેકયાર્ડમાંથી પસાર થતી હતી. જેના પરિણામસ્વરૂપે ભારતના અડધા ઘર નષ્ટ થઈ જાય છે. અડધો ભાગ બાંગ્લાદેશમાં જતો રહે છે. કાંટાળી વાડ ન હોવાના કારણે BSF અને BGB દિવસ રાત નજર રાખતા રહે છે.
સાત વીઘા જમીન બાંગ્લાદેશમાં
સ્થાનિક સૂત્રો અનુસાર, દેશના વિભાજન દરમિયાન નોબલ મોંડલ પરિવારે પોતાની સંપત્તિ ગુમાવવી પડી હતી. સીમાની વચ્ચે આવેલ આ 16 વીઘા જમીન જ તેમની એકમાત્ર સંપત્તિ બાકી રહી છે. જેમાંથી સાત વીઘા જમીન બાંગ્લાદેશમાં છે અને નવ વીધા જમીન ભારતમાં છે. ખેતીની અડધી જમીન બાંગ્લાદેશમાં છે અને અડધી જમીન ભારતમાં છે. ખેતી બાદ બંને દેશોની મંજૂરી મળ્યા બાદ તે વધુમાં વધુ અનાજ ભારત લાવતો હતો. રેજાઉલ મોંડલ આજ સુધી બોર્ડર ગાર્ડના દસ્તાવેજને સંભાળીને રાખે છે.
હાલના નિયમો અનુસાર બાંગ્લાદેશના પાકને બાંગ્લાદેશના બજારમાં વેચવાનો હોય છે. ઉપરાંત ચૌગાચા સ્વરૂપદહ યૂનિયન પરિષદ નંબર નાઈનમાં નિયમિતરૂપે ટેક્સ ચૂકવવાનો રહે છે. રેજાઉલ મોંડલે ભારતમાં પણ ટેક્સ ચૂકવવાનો રહે છે. ઉત્તર બોયરા ગામમાં તેમના 60 ઘર છે. તમામ ઘર સીમા પર આવેલ પિલ્લરથી ઘેરાયેલા છે. રેજાઉલ મોંડલ એકમાત્ર એવો પરિવાર છે, જે અડધા ભારત અને અડધા બાંગ્લાદેશમાં રહે છે. તેમનો પરિવાર પણ બંને દેશોમાં ફેલાઈ રહ્યો છે. રેજાઉલ મોંડલની પુત્રીના લગ્ન જેસ્સોર સાથે થયા છે. એક પુત્ર હાફિઝ છે, જે કોલકાતા પોલીસમાં નોકરી કરે છે. બાંગ્લાદેશ અને ભારતની આઝાદી મળ્યાના આટલા વર્ષો બાદ પણ મોંડલ પરિવાર બંને દેશના નિવાસી તરીકે રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર