'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી

News18 Gujarati
Updated: September 19, 2020, 12:51 PM IST
'વેક્સીન પહેલા આ અંગે કરો સંશોધન,' દેશમાં સાજા થયા બાદ ફરી કોરોના થવાના કેસ વધતા ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં ફરી કોરોના થવાના કેસ થઇ રહ્યા છે, જાણકારોનું માનવું છે કે વાયરસ સમય સાથે વધુ મજબૂત થઇ રહ્યો છે. અને એન્ટીબોડી પણ કારગર નથી સાબિત થઇ રહી.

  • Share this:
નિખિલ ઘાણીકર: પહેલીવાર હોંગકોંગમાં એક વાર કોરોના થયા પછી ફરી ટૂંક સમયમાં થવાનો કેસ બહાર આવ્યો હતો. અને આ જ તર્જ પર હવે ભારતમાં પણ આવા 6 કેસ અત્યાર સુધીમાં બહાર આવ્યા છે. જે મુજબ ગ્રેટર નોયડા અને મુંબઇમાં ફરી તેવા કેસ નોંધયા છે જેમને એક વાર કોરોના થયા પછી ટૂંક સમયમાં જ બીજી વાર પણ કોરોના થયો હોય. એક પ્રી પ્રિન્ટ અધ્યનમાં જે જાણકારી પ્રકાશિત કરવામાં આવી છે જેમાં જીનોમ સીક્વન્સની વાત કરવામાં આવી છે. જે મુજબ તે લોકોને ફરી કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. આ કોઇ તે જ ઇન્ફેક્શનનું રીએક્ટિવેશન નથી.
વૈજ્ઞાનિકોએ આ પર સંશોધન કર્યું છે અને તેમણએ જોયું છે કે વાયરસ પોતાનામાં મ્યુટેટ (પરિવર્તન) થઇ રહ્યો છે. અને આ વાત SARS-Cov-2 વાયરસના પહેલા અને બીજા RNA સેમ્પલમાં પણ સ્પષ્ટ જોવા મળી છે.

દિલ્હીમાં આવેલા જિનોમિક્સ અને ઇન્ટિગ્રેટિવ બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટ, વાયરલ RNA સેમ્પલના જીનોમ ક્રમની સાત પેર જોઇ અને જાણ્યું કે તેમાં સ્પષ્ટ દેખાય તેવો જીનેટિક ફરક છે. ગ્રેટર નોયડાની GIIMS (Government Institute of Medical Sciences)ના બે હેલ્થકેર વર્કર અને મુંબઇની બે હોસ્પિટલમકામ કરતા ચાર હેલ્થકેર વર્કર કોરોના વાયરસનો ફરી ભોગ બન્યા હોવાના પુરાવા મળ્યા છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સીન બનાવ્યા પહેલા આ સંશોધન આધારે વધુ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જેમને ફરી વાર કોરોના થયો છે અને તેમના જે વાયરલ RNA સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં એન્ટીબોડી આ વાયરસ સામે એટલી અસરદાર સાબિત નથી થઇ રહી. ત્યારે વેક્સીન બનાવતી પછી જો વાયરસ ફરી વધુ મજબૂત થઇ ગયો તો તે વેક્સીનની અસર તેની પર નહીં થાય.

દિલ્હીના ડૉ. અનુરાગ અગ્રવાલે, ડારેક્ટર, IGIB કહ્યું કે અમારી પાસે આ વાતને સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા અને સેમ્પલ છે. જેમાં પહેલા અને બીજા સેમ્પલની અંદર સ્પષ્ટ ફરક નજરે પડે છે.

તેમણે કહ્યું કે એક વાર કોરોના થયા પછી તે ફરી કેમ તે જ દર્દીને થઇ રહ્યો છે જે જાણવું ખૂબ જ જરૂરી છે. અને તેની પાછળ શું કારણ જવાબદાર હોઇ શકે અને વાયરસ અને હોસ્ટ વચ્ચે શું ફરક છે તે મામલે સઘન સંશોધન થવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવતા પહેલા આ મામલે તપાસ થવી જરૂરી છે. જો કે તેમણે એ પણ કહ્યું કે આવું બધા કેસમાં નથી થતું, ખૂબ જ ઓછા આવા કેસ સામે આવ્યા છે.વધુ વાંચો : એમેઝોનએ લૉન્ચ કર્યો T-20 એક્સપીરિયન્સ સ્ટોર! સ્માર્ટફોન સહિત TV અને પ્રોજેક્ટર પર ભારે છૂટ

ગ્રેટર નોયડા અને મુંબઇમાં જે 6 કેસ સામે આવ્યા છે. તેમના ગળા અને નાકના સેમ્પલમાં પહેલી વખતે તેમને કોરોના થયો હતો તે વખતના સેમ્પલ અને પછીના સેમ્પલમાં ફરક દેખાય છે. બીજી વખત કોરોના થતા વાયરસ વધુ મજબૂત બન્યો હોય તેવું જોવા મળ્યું છે.તેમણે કહ્યું કે અમને લાગે છે કે એન્ટીબોડી લાંબો સમય નથી ટકી રહી અને બીજી તરફ વાયરસ પણ પોતાનામાં પરિવર્તન લાવીને વધુને વધુ સમય સાથે મજબૂત બની રહ્યો છે. ત્યારે મોટા પ્રમાણમાં વેક્સીન બનાવતા પહેલા આ મામલે પૂરી રીતે સંશોધન અને જાણકારી મેળવવી જરૂરી છે તેમ આ વૈજ્ઞાનિકોએ જણાવ્યું.
Published by: Chaitali Shukla
First published: September 19, 2020, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading